September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની વર્તમાન નગરપાલિકાની ગુરૂવારે અંતિમ સામાન્‍ય સભા મળશે : મહાનગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે

તા.25મી ડિસેમ્‍બરે મહાનગર પાલિકાનું જાહેરનામું બહાર પડશે : 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વર્તમાન વાપી નગરપાલિકાની તા.19 ગુરૂવારના રોજ અંતિમ સામાન્‍ય સભા યોજાશે. વાપી મહાનગરપાલિકા બનાવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. વર્તમાન પાલિકા સુષુપ્ત થઈ જશે. વાપી આસપાસના 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તે માટે આગામીતા.25 ડિસેમ્‍બરે સરકાર તરફથી જાહેરનામું વિધિવત જાહેર કરવામાં આવનાર છે.
વાપી નગરપાલિકાની વર્તમાન બોર્ડની તા.19 ગુરૂવારે સવારે 11 કલાકે પાલિકા સેવા સદનમાં અંતિમ સામાન્‍ય સભા બની રહેશે. કારણ કે વાપી મહા નગરપાલિકા બનાવવાની વહિવટી પ્રક્રિયા હાથ ધરાશે. મ્‍યુનિસિપલ કમિશ્‍નરની નિમણૂંક થશે. સાથે સાથે શહેરના વર્તમાન વોર્ડમાં મોટો ફેરફાર થશે. નવી વોર્ડ રચના કરવામાં આવશે. મતદાર ક્ષેત્રનું સિમાંકન પણ ફેરફાર થશે. સંભવત મહા નગરપાલિકામાં કુલ 20 વોર્ડની રચના કરાશે તેમજ ચાર ઝોન મહા નગરપાલિકાના પાડવામાં આવશે. વિકાસ કામો અને વહિવટી કામગીરી ઝોન વાઈઝ કરવામાં આવશે અને મ્‍યુનિસિપલ એક્‍ટ લાગું કરવામાં આવશે. વહિવટી અને ટેકનિકલ સ્‍ટાફની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરાશે. રાતા-કોચરવા સિવાય વાપી આસપાસના 11 ગામો મહા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. વાપી સહિત રાજ્‍યની 9 નગરપાલિકાઓ એક સાથે મહા નગરપાલિકા બનશે. સ્‍થાનિક ગ્રામ પંચાયતોની અનિચ્‍છા છે મહા નગરપાલિકામાં જોડાવાની. કારણ કે સરપંચો અને સભ્‍યોની ગરાશ લૂંટાઈ જવાનો ભય સતાવી રહ્યો છે તેથી 11 પૈકી 10 પંચાયતોએ ઠરાવ કરીને પ્રથમથી વિરોધ નોંધાવી દીધો છે પરંતુ કોઈનું કંઈ ચાલશે નહીં. 25 ડિસેમ્‍બરથી વાપી મહા નગરપાલિકા બનાવવાના ચક્રોગતિમાન થઈ જશે.

Related posts

પ્રેસની સ્‍વતંત્રતા અને વ્‍યવસાય કરવામાં સરળતાના નવા યુગનો આરંભઃ લોકસભાએ પ્રેસ એન્‍ડ રજિસ્‍ટ્રેશન ઓફ પિરિયોડિકલ્‍સ બિલ પસાર કર્યું

vartmanpravah

કેન્‍દ્રના જળશક્‍તિ મંત્રી સી.આર.પાટીલ સમક્ષ  મધુબન ડેમ તથા દમણગંગા બેઝિનની સુરક્ષાના સંદર્ભમાં શ્વેત પત્ર જારી કરવા સાંસદ ઉમેશભાઈ પટેલની માંગણી 

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણી કરાશે

vartmanpravah

વહીવટદાર કરણજીત વાડોદરિયાના અધ્‍યક્ષસ્‍થાને દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી 7મી વાર્ષિક સામાન્‍ય સભા

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

વાપીમાં 30 જેટલા ટ્રાન્‍સપોર્ટરો સાથે 30 લાખની ઓનલાઈનથી છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો

vartmanpravah

Leave a Comment