January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડના સુવિખ્‍યાત યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ જંગલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
પારનેરા ડુંગર યાત્રાધામ આસપાસ ઘીચ જંગલ આવેલું છે. આ જંગલમાં ઘાસ સુકાઈ ગયેલું હોવાથી આગ લાગી હતી પરંતુ આગ કેવી રીતે લાગી તેનું કારણબહાર આવ્‍યું નથી. આગની જાણ થતા સ્‍થાનિક લોકો ડુંગરના જંગલમાં દોડી ગયા હતા. ઝાડની ડાળીઓ વિંઝીને આગ બુઝાવવાની સખત મહેનત કરી હતી. અંતે લોકોની મહેનત રંગ લાવી હતી. આગને બુઝાવી દેવાઈ હતી. એકાંત જંગલમાં આગ કેવી રીતે લાગે? ચર્ચા મુજબ કોઈએ કંઈ સળગાવ્‍યું હોય અથવા બીડી, સિગારેટ પિતા આગ લાગી હોય તેવું મનાય છે. અગાઉ પણ પારનેરા ડુંગરમાં આ પ્રમાણે આગ લાગી હતી તેવું સ્‍થાનિક લોકો વર્ણવી રહ્યા છે.

Related posts

દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

વલસાડ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ વખત આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન 21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે પારનેરા ડુંગર પર આરોહણ- અવરોહણ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ફાયર વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલી : આંતરિક બદલીના કારણે પ્રદેશમાં ‘કહી ખુશી, કહી ગમ’નો માહોલ

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

Leave a Comment