October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા સ્‍તરીય આંતર શાળા રમત-ગમત સ્‍પર્ધામાં દમણ જિલ્લા અંડર-17 બોયઝ ક્રિકેટ સ્‍પર્ધામાં સાર્વજનિક સ્‍કૂલની ટીમ વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: સંઘપ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધામાં ભાગ લેવા માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી. અને રમત-ગમત વિભાના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા દમણ જિલ્લામાં જિલ્લા સ્‍તરીય આંતર શાળા રમત-ગમત સ્‍પર્ધાનું આયોજનઆયોજન કરવામાં આવી રહ્યું છે.
આજે દમણ જિલ્લા સ્‍તરીય આંતર શાળા ક્રિકેટ સ્‍પર્ધા(અંડર-17 બોયઝ)ની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં સાર્વજનિક વિદ્યાલયના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા શ્રી માછી મહાજન શાળાને 13 રનથી પરાજીત કરીને જીત મેળવી હતી. આ સાથે દમણ જિલ્લા આંતર શાળા રમત-ગમત સ્‍પર્ધામાં ક્રિકેટ સ્‍પર્ધાના અંડર-19 બોયઝનું આયોજન તા.16મી ડિસેમ્‍બરથી 18મી ડિસેમ્‍બર, 2024 દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ જિલ્લા સ્‍તરીય સ્‍પર્ધાના પસંદગી પામેલા ખેલાડીઓ સંઘપ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધામાં દમણ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરશે.
આજેરમાયેલી અંડર-17 બોયઝ ક્રિકેટમાં ફાઈનલ વિજેતા અને ઉપ વિજેતા ટીમને વિભાગ તરફથી અધિકારીઓ અને શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોના હસ્‍તે ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરાયા હતા.

Related posts

વાપી ગોદાલનગર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બબાલ ઉભી થઈ : સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ક્રિકેટ બંધ કરાવી

vartmanpravah

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીની સરકારી શાળાના નોડલ શિક્ષકોને ડેન્‍ગ્‍યુ રોગને ફેલાતો અટકાવવાની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન નજીક બાઈક સવાર યુવાનો લેબર કોન્‍ટ્રાક્‍ટરની બેગ ખેંચી 10 લાખ લઈ ફરાર

vartmanpravah

દમણના મહિલા સશક્‍તિકરણના પ્રહરી પદ્મશ્રી પ્રભાબેન શાહનું અવસાન

vartmanpravah

Leave a Comment