January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાનહ પ્રશાસન દ્વારા જિલ્લા પંચાયત પરિસર ખાતે ‘આઝાદીનો અમળત મહોત્‍સવ અંતર્ગત’ ભારત સરકારના દિશાનિર્દેશ અનુસાર વાણિજ્‍ય સપ્તાહ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદેશ્‍ય દેશમાંથી નિર્યાત કરનાર ઉત્‍પાદનો અને સેવાઓને પ્રોત્‍સાહિત કરવાનો છે. જેમાં અપાતી સહાયો અને જાગરૂકતા ફેલાવવાનો છે. આ કાર્યક્રમમાં અલગ-અલગકંપનીઓએ પોતાના સ્‍ટોલ પણ લગાવ્‍યા હતા.
કાર્યક્રમનું ઉદ્‌ઘાટન દાનહ કલેકટર શ્રી સંદીપકુમાર સિંહના હસ્‍તે રીબીન કાપી કરવામા આવ્‍યું હતું. દેશભરના ઉદ્યોગના ઉત્‍પાદનોને આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર એક્‍સપોર્ટ કરવા માટે વાણિજ્‍ય સપ્તાહનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં પ્રદેશના ઉદ્યોગપતિઓને પ્રોત્‍સાહન આપવા વાણિજ્‍ય ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો છે.
આ કંપનીઓ દ્વારા લગાવવામા આવેલ સ્‍ટોલોની કલેકટર શ્રી સંદીપકુમાર સિંઘ, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવર, પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ સહિત શાળાના વિદ્યાર્થીઓ અધિકારીઓ પદાધિકારીઓ નિહાળ્‍યું હતું.

Related posts

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

મજીગામમાં વહેલી સવારે વંકાલના યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિપજેલું મોત

vartmanpravah

વાપી કચીગામ ચેકપોસ્‍ટ ઈકો કાર અને ચાર રસ્‍તાથી ઝાયલો કાર દારૂનો જથ્‍થો ભરેલ ઝડપાઈ

vartmanpravah

પોલીસે પીછો કરતા બુટલેગર વલસાડ સિવિલ કમ્‍પાઉન્‍ડમાં કાર છોડી ભાગી ગયો

vartmanpravah

Leave a Comment