September 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગના ‘સમગ્ર શિક્ષા’ અભિયાન અંતર્ગત વૈદિક ગણિત ફોરમ ઇન્‍ડિયા કોલકત્તાના સંયુક્‍ત ઉપક્રમે ધોરણ 6થી 10 સુધીના વિદ્યાર્થીઓને ભણાવતા દાનહના શિક્ષકો માટે પાંચ દિવસીય તાલીમ શિબિરનો શુભારંભ આજે સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લાના હસ્‍તે ઉદ્‌ઘાટન કરીને કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે શિક્ષણ અધિકારી રાજેન્‍દ્ર મોહિલે, બી.આર.પી. શ્રી કેયુર ગોહિલ, વૈદિક ગણિત ફોરમ ઇન્‍ડિયા કોલકત્તાના માસ્‍ટર ટ્રેનર શ્રી ગૌરવ ટેકરીવાલ, શ્રી વિજય કુલકર્ણી, સેષુ રાલાબનડી, ડૉ. ઋષિકેશ ઠક્કર, મિસ પ્રિયલ પટેલ અને વૈદિક મેથ્‍સ ફોરમ ઇન્‍ડિયાના કો-ઓર્ડીનેટર અનુશ્રી ટેકરીવાલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વૈદિક મેથ્‍સ ફોરમ ઇન્‍ડિયાના ઓનર શ્રી ગૌરવ ટેકરીવાલને ‘મન કી બાત’માં આમંત્રિત કર્યા હતા અને એમને વૈદિક મેથ્‍સ વિષયમાં રુચિ કેવી રીતે વધી અને તેઓ કેવી રીતે તાલીમ આપે છે એ અંગે દેશને અવગત કરાવ્‍યા હતા. જેઓ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ બ્‍લોક, સરકારી માધ્‍યમિક શાળાફલાંડી અને સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે વૈદિક ગણિત વિષય ઉપર શિક્ષકોને તાલીમ આપવા માટે માસ્‍ટર ટ્રેનર તરીકે ખાસ ઉપસ્‍થિત થયા છે. અત્રે આયોજીત પાંચ દિવસી શિક્ષક તાલીમ શિબિરમાં વૈદિક મેથ્‍સ ફોરમ ઇન્‍ડિયાના ઓનર શ્રી ગૌરવ ટેકરીવાલની ટીમ દ્વારા ધોરણ 6 થી 10 સુધીના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન ભણાવતા શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવશે.
કહેવાય છે કે, ગણિત દરેક માટે અઘરો વિષય છે, પરંતુ આ તાલીમ દરમ્‍યાન શિક્ષકોને વૈદિક ગણિત વિષયની સરળ રીતે સમજ આપવામાં આવશે જેથી તેઓ વિદ્યાર્થીઓને પણ સરળતાથી ભણાવી શકશે અને ગણિત વિષયમાં અઘરી લાગતી સમસ્‍યાઓને હલ કરી શકશે.

Related posts

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ બલસાર દ્વારા શેરી ગરબા સ્‍પર્ધાનું કરાયેલુ આયોજન

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

વારી એનર્જીસ લિમિટેડઃ આરઇટીસી પીવી બેન્‍ચમાર્કિંગ રિપોર્ટ 2024માં માન્‍યતા પ્રાપ્ત કરનારએકમાત્ર ભારતીય સોલર પેનલ ઉત્‍પાદક

vartmanpravah

ચીખલીના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશત

vartmanpravah

Leave a Comment