April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો, ટ્રાફિક, કંપની ફ્રોડ જેવા મુદ્દા રજૂ થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: આજરોજ તા.18/12/2024 ના દિને ધરમપુર વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ઝળ્‍લ્‍ભ્‍ શ્રી એ.કે. વર્માની અધ્‍યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જ્‍યાં ધરમપુર તાલુકાના પી.આઈ શ્રી ભોયા, પીએસઆઇ શ્રી પ્રજાપતિ અને મોટી સંખ્‍યામાં ધરમપુર તાલુકાના વેપારી વર્ગ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જ્‍યાં હાજર રહેલ લોકોએ ધરમપુરની સમસ્‍યાઓનું નિરાકરણ અંગેની વાત કરી જ્‍યાં મારાં દ્વારા ધરમપુર તાલુકામાં જંગલ વિસ્‍તારમાં લાઇસન્‍સ અંગેના કેમ્‍પ કરવામાં આવે જેથી ધરમપુર તાલુકાના યુવાનો દંડનો ભોગ ન બને અને ધરમપુર તાલુકા પંચાયતની સામે વારંવાર અકસ્‍માતો થતા હોય જ્‍યાં બમ્‍પ મૂકવા અંગેની વાત કરવામાં આવી અને કોલેજ રોડ પર વધારે અકસ્‍માતની સંભાવના હોવાથી ત્‍યાં જીઆરડી મૂકવાની વાત કરવામાં આવી અને નાતાલનો પર્વ હોય તો જ્‍યાં જ્‍યાં ઉજવણી થાય છે આ તમામ જગ્‍યાએ પરમિશન આપવામાં આવે ની વાત કરવામાં આવી હતી.
જ્‍યાં ડીવાયએસપી શ્રી દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી અને કોઈ પણ ફ્રોડ કંપની ગામડે આવતી હોય તો તાત્‍કાલિક ધરમપુર પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવ્‍યું હતું. સાથે મોબાઇલમાં આવેલ કોઈપણ અજાણી લિંકખોલવી નહીં અને એક ના ડબલ કરવાવાળા લોકોની સ્‍કીમમાં ભોળવાઈ જવું નહીં અને બીજી અનેક જરૂરી બાબતોનું માર્ગદર્શન પીઆઈ શ્રી ભોયા અને પીએસઆઈ શ્રી પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્‍યું હતું.

Related posts

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સિલવાસા કેમ્‍પસ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

vartmanpravah

પારડી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર સંચાલિત બ્‍લડ બેન્‍ક દ્વારા રક્‍તદાન જાગૃતિ અભિયાન લઈ નિકળેલ રક્‍તક્રાંતિ સાયકલ મેન જયદેબ રાઉતનું સ્‍વાગત અને સન્‍માન

vartmanpravah

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

વાપી બાર એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાશે

vartmanpravah

Leave a Comment