September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાની અંતિમ સામાન્‍ય સભા યોજાઈ: નગર યોજના નં.1(વાપી)ને સરકારમાં સાદર કરવાની બહાલી

વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલએ પાણી સમસ્‍યા અને કર્મચારી કાયમી કરવા જોવા મુદ્દા ઉઠાવ્‍યા : સામાન્‍ય સભા સામાન્‍ય બની

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી નગરપાલિકાની અંતિમ સામાન્‍ય સભા આજે ગુરૂવારે પાલિકા સેવાસદનમાં 11 કલાકે યોજાઈ હતી. સામાન્‍ય સભા અંતિમ એટલા માટે છે કે તા.25 ડિસેમ્‍બરના રોજ વાપી મહા નગરપાલિકા અંગેનું જાહેરનામું બહાર પાડવાની જાહેરાત થઈ ચુકી છે. તેથી તેઅંગેની વહિવટી અને ટેકનિકલ પ્રક્રિયાઓ હાથ ધરાશે. આજે મળેલી સામાન્‍ય સભા સામાન્‍ય બની રહી હતી. માત્ર ઔપચારિકતા પુર્ણ કરી સભા આટોપાઈ હતી.
વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલની અધ્‍યક્ષતામાં સામાન્‍ય સભા યોજાઈ હતી. સભામાં તા.30 જુલાઈએ મળેલી સામાન્‍ય સભાની કાર્યવાહીની બહાલી અપાઈ હતી. એપ્રિલ-2024 થી સપ્‍ટેમ્‍બર 2024 સુધીના હિસાબો મંજુર કરાયા હતા તેમજ કારોબારી સમિતિની કાર્યવાહીની બહાલી અપાઈ હતી. તા.10-12-24 ટી.પી. સમિતિની મિટિંગની ભલામણ હતી. મુસુદ્દારૂપ નગર યોજના નં.1(વાપી)ને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ સરકારશ્રીને સાદર કરવાનો નિર્ણય લેવાયો હતો. સામાન્‍ય સભામાં વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલ વધુ સક્રિય દેખાયા હતા. તેમણે પાણી સમસ્‍યા અને કર્મચારી કાયમી કરવા જેવા મુદ્દાઓની ધારદાર રજૂઆત કરી હતી. સામાન્‍ય સભામાં શાસક અને વિરોધ પક્ષના નગર સેવકો ઉપસ્‍થિત રહ્યા હતા. અંતિમ સભા હોવાથી ફોટો શેસન કરાયું હતું. કારણ કે વર્તમાન નગર સેવકોનો હોદ્દો પુર્ણ થઈ જશે અને મહા નગરપાલિકાની નવી ચૂંટણી યોજાશે.

Related posts

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

ડેંગ્‍યુના ફેલાવાને રોકવા અને નિયંત્રણ માટે જનભાગીદારી છે જરૂરી અભિયાન અંતર્ગત દાનહમાં એક મહિનામાં 25 હજારથી વધુ મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્‍ટ કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના તૂટેલાં રોડ અને હાઈવેની ગાજ દિલ્‍હીમાં વાગીઃ વીજળી વેગે પગલાં લેવાયા

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને લિંગ સમાનતાને આગળ વધારવા અને યુવાન લોકોને સશક્‍ત બનાવવા માટે ‘CRIIIO 4 GOOD’ મોડ્‍યુલ લોન્‍ચ કર્યા

vartmanpravah

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

vartmanpravah

Leave a Comment