July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઊંઝા એસ.ટી. સિલ્‍પર કોચ રૂટ વાપીથી બંધ કરી એસ.ટી. નિગમે ઓછી આવકને લઈ ધરમપુરથી ચાલુ કર્યો

મહેસાણાજિલ્લા પ્રગતિ મંડળ વાપીએ ઊંઝા-વાપી સ્‍લિપર બસ યથાવત ચાલું રાખવા માંગણી કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ડેપો (બલીઠા)થી નિયમિત સાંજના 8 કલાકે વાપીથી સ્‍લિપર કોચ બસ ઊંઝા કાર્યરત હતી તે બસ તા.1 ડિસેમ્‍બરથી એસ.ટી. નિગમો બંધ કરી હતી. તેથી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળે એસ.ટી. નિગમને લેખિત રજૂઆત કરી વાપી-ઊંઝા બંધ કરાયેલ રૂટ પૂર્વવત ચાલું કરવાની માંગણી કરી હતી. તેનો પ્રતિઉત્તર એસ.ટી. નિગમે પાઠવી જણાવ્‍યું છે. સદર બસ વાપીથી બંધ કરીને ધરમપુર-ઊંઝા નવો રૂટ ચાલુ કર્યો છે.
એસ.ટી. નિગમએ મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળને પત્ર પાઠવી જણાવ્‍યું છે કે, વાપી-ઊંઝા રૂટ બંધ કરવાનું કારણ છેલ્લા છ મહિનાથી આવકનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઊંઝા-મહેસાણા તરફ જતા મુસાફરો વલસાડ વડનગર સુપર ફાસ્‍ટ ટ્રેન કાર્યરત થતા મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. તેથી આવક ઘટતા વાપી-ઊંઝા સ્‍લિપર કોચ વાપીથી બંધ કરી ધરમપુરથી કાર્યરત કરવામાં આવ્‍યો છે તેની નોંધ લેવી. વધુમાં એસ.ટી. નિગમે જણાવ્‍યું હતું કે, વાપીથી મહેસાણા-ઊંઝા-પાટણ જવા માટે સેલવાસ, પાટણ વાપીથી 18.05, સેલવાસ પાટણ વાપીથી 18.15, વાપી-ચાણસ્‍મા 19.00, સેલવાસ-વાવ 17.40, વાપી-મહેસાણા 21.00 કલાકે બસો હાલમાંનિયમિત ચાલી રહી છે. તેનો લાભ લેવા જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

vartmanpravah

પ્રદેશ ભાજપના સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્‍તિકરણ અભિયાનના કાર્યનો આરંભ

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

vartmanpravah

દમણ વન વિભાગના ફોરેસ્‍ટ ગાર્ડ ધનસુખ પટેલ નિવૃત્ત થતાં અપાયું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment