December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહના નરોલી સ્‍થિત માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલને પ્રતિષ્‍ઠિત ટ્રેલબ્‍લેઝર એવોર્ડ એનાયત કરાયો

ઝી લર્નના વિકસતા વિઝનને પ્રતિબિંબિત કરતા માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલના નવા લોગોનું કરાયેલું અનાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ખાતે આવેલી માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલને ઝી લર્ન દ્વારા આયોજિત ‘‘લિટરેવર્સ 2.0” ઇવેન્‍ટમાં ગર્વથી ટ્રેલબ્‍લેઝર એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. આ ભવ્‍ય કાર્યક્રમ 7મી ડિસેમ્‍બર 2024ના રોજ જે.ડબ્‍લ્‍યુ., મેરિયોટ, જુહુ- મુંબઈ ખાતે યોજાયો હતો.
માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલ, નરોલીના ચેરમેન શ્રી દિવ્‍યાંગસિંહ ચૌહાણે સમગ્ર MLZS નરોલી પરિવાર વતી પ્રતિષ્ઠિત એવોર્ડ સ્‍વીકાર્યો હતો. તેમણે શિક્ષણ, નવીનતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શાળાની શ્રેષ્ઠતાનો સ્‍વીકાર કર્યો હતો.
ઝી લર્ન દ્વારા મુંબઈ ખાતે આયોજીત કાર્યક્રમમાં માઉન્‍ટલિટેરા ઝી સ્‍કૂલના નવા લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્‍યું હતું, જે ઝી લર્નના વિકસતા વિઝનને પ્રતિબિંબિત કરે છે. વધુમાં, Zee Learn એ Litera Nova નામનો એક નવીન અને વ્‍યાપક સર્વગ્રાહી શિક્ષણ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. જેનો હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવને સમૃદ્ધ બનાવવા અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્‍સાહિત કરવાનો છે.
આ સન્‍માન માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલ, નરોલીની ભાવિ તૈયાર યુવાપેઢીને પ્રેરિત કરવા અને શિક્ષણ ક્ષેત્રે તેમની નેતૃત્‍વની સ્‍થિતિને મજબૂત બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

Related posts

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

દમણ જિલ્લાના રસ્‍તાઓ ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટથી ઝળહળશે : દમણના PWD એ રૂા. 27 કરોડ 53 લાખમાં આપેલો વર્ક ઓર્ડર

vartmanpravah

‘‘ભીડેવાડા બોલલા” – ભારતની પ્રથમ મહિલા સ્‍કૂલ સેલવાસના કવિ આનંદ ઢાલેને આંતરરાષ્‍ટ્રીય કાવ્‍યલેખન સ્‍પર્ધામાં મળેલું ઉત્‍સાહવર્ધક પારિતોષિક

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ

vartmanpravah

Leave a Comment