Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમે શિક્ષણ આલમમાં જન્‍માવી નવી આશા-આકાંક્ષા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 27
દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલના પ્રમુખ પદે આજે શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં શિક્ષણના સ્‍તરમાં સુધારો કરી પ્રશાસન દ્વારા શરૂ કરાયેલા સુધારાને જાળવી તેમાં વધારો કરવા મનન-મંથન કરવામાં આવ્‍યું હતું.
શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલે આજે વિધિવત રીતે શિક્ષણ સમિતિનો હવાલો સંભાળી સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી બી. કાનન અને તેમની ટીમ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને શાળાનું સંચાલન પારદર્શક અને વિદ્યાર્થીલક્ષી બનાવવા જોર આપ્‍યું હતું.
શ્રીમતી વર્ષિકાબેન પટેલે વિવિધ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતી ચીજવસ્‍તુઓની જાણકારી પણ માંગી હતી અને કઈ શાળામાં શિક્ષકોની અપૂરતી હાજરી છે તે અંગે પણ માહિતી મેળવી હતી.
શ્રીમતી વર્ષિકાબેન પટેલે ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સિવણ ક્‍લાસ તથા મ્‍યુઝિક ક્‍લાસ શરૂ કરવા પણ પોતાનો પ્રસ્‍તાવ રજૂકર્યો હતો. તેમણે શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ માટે એક કાર્યાલય ફાળવવા પણ રજૂઆત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમના કારણે આવતા દિવસોમાં દમણ જિલ્લાના પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાનું શિક્ષણ ઔર વધુ પ્રભાવશાળી બનશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

Leave a Comment