September 9, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

રાજ્‍ય સભા સાંસદ માયાસિંહ મુંબઈ, લીલાવતી હોસ્‍પિ. કીડની ડો.અરૂણ શાહ તથા ભાગવતાચાર્ય શરદભાઈ વ્‍યાસનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ધરમપુર બરૂમાળ ભાવભાવેશ્વર ધામમાં સમાજની વિશિષ્‍ટ પ્રતિભાઓનો સન્‍માન સમારોહ યોજાયો હતો. સાથે સાથે રવિવારે લક્ષચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું.
બરૂમાળ ભાવભાવેશ્વરધામમાં યોજાયેલ સન્‍માન સમારોહમાં મધ્‍યપ્રદેશ પૂર્વ મહિલા બાલ કલ્‍યાણમંત્રી અને રાજ્‍ય સભાના સાંસદ શ્રીમતિ માયાસિંહ મુંબઈ, મુંબઈ લીલાવતી હોસ્‍પિટલના કિડની સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો.અરૂણસિંહ, ભાગવત આચાર્ય શરદભાઈ વ્‍યાસ, ઓરિસ્‍સાના ઉદ્યોગપતિ સમાજ સેવક રાજકુમાર દાધીચ, વલસાડ જિલ્લા આર.એસ.એસ. સંઘ સંચાલક મહેશભાઈ પટેલ, કાંજવી જયપુરના સંગીતાચાર્ય મહેશ દાધીચ, વડોદરાના આધ્‍યાત્‍મિક સાહિત્‍યકાર શ્‍યામજી ઉપાધ્‍યાય, મોટાપોંઢાના નિવૃત્ત તાલુકા અધિકારી કે.કે. પટેલ, જેવા મહાનુભાવોનું રૂા.50,000 ધન રાસી અને સાલ ઓઢાડી સંસ્‍થાપક મહામંડલેશ્વર સ્‍વામિ વિદ્યાનંદ સરસ્‍વતિના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મહાનુભાવોના કાર્યોના લોકોને પરિચિત કરાયા હતા. ગ્‍વાલિયર રાજ પરિવારથી જોડાયેલ માયાસિંહએ જણાવ્‍યું હતું કે, સંતોના હસ્‍તે સન્‍માનિત થવું ગૌરવની વાત છે. સમારંભમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરાનંદજી પણ સંબોધન કર્યું હતું. ખરાબ હવામાનને લઈ સી.આર. પાટીલનું હેલીકોપ્‍ટર પહોંચી શક્‍યું નહોતું. તેની ક્ષમા યાચના કરી હતી. સાંસદ ધવલ પટેલ, જિ.પં. પ્રમુખ મનહર પટેલ, ધારાસભ્‍ય પાટકર જેવા અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

દાનહમાં બે જુથ વચ્‍ચે જુની અદાવતને લઇ થયેલ ગેંગવોર બાદ પોલીસે દાખલ કર્યો ક્રોસ કેસ

vartmanpravah

ડેંગ્‍યુના ફેલાવાને રોકવા અને નિયંત્રણ માટે જનભાગીદારી છે જરૂરી અભિયાન અંતર્ગત દાનહમાં એક મહિનામાં 25 હજારથી વધુ મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્‍ટ કરાયા

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

vartmanpravah

ડાંગ જિલ્લામાંઆદિવાસી પરંપરાગત રીતે ઉજવાતો ‘વાઘ બારસ’નો તહેવાર

vartmanpravah

Leave a Comment