October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..તો પછી ક્‍યાંથી લાવશો મહિલા નેતૃત્‍વ..? દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જાહેર કરેલ 30 મંડળોના અધ્‍યક્ષોમાં એક પણ મહિલા નથી..!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપેજિલ્લાના 30 મંડળોના અધ્‍યક્ષોની જાહેરાત કરી હતી. પરંતુ આ 30 મંડળો પૈકી એક પણ મંડળના અધ્‍યક્ષ તરીકે મહિલાની નિયુક્‍તિ કરવામાં આવી નથી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં મહિલાઓ માટે 50 ટકા આરક્ષિત બેઠકો રાખવામાં આવી છે અને હાલમાં સંસદમાં મહિલા અનામતના સંદર્ભમાં નારીશક્‍તિ વંદન અધિનિયમ પણ પસાર કરી 33 ટકા મહિલા આરક્ષણ સંસદમાં સુરક્ષિત કરવામાં આવ્‍યું છે. ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મંડળના અધ્‍યક્ષો માટે એક પણ મહિલા નહીં મળતાં આશ્ચર્ય દેખાઈ રહ્યું છે. આવતા દિવસોમાં બાકી રહેલા મંડળોમાં મહિલા પ્રતિનિધિત્‍વને તક મળે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

દમણ જિલ્લા મુખ્‍ય કાર્યકારી અધિકારીની અધ્‍યક્ષતામાં સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021 ના સંદર્ભમાં બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં કોંગ્રેસની જનમંચ રેલી યોજાઈ: વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને આડેહાથે લીધી

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

અન્‍ય ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતનો સૌથી ઊંચો પાણી દર હોવાથી ઉદ્યોગકારોમાં કચવાટ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment