January 26, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરી જ્ઞાનગંગા સ્‍કૂલમાં તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો: 1000 ઉપરાંત વિદ્યાર્થીઓએ આસ્‍થા સાથે તુલસી પૂજન કર્યું

સનાતન હિંદુ સંસ્‍કૃતિના મહિમા અને જ્ઞાન બાળકોમાં આવે તે માટે સ્‍કૂલમાં કર્યું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.26: ઠેર ઠેર નાતાલની ઉજવણી થઈ રહી છે. હિંદુ સંસ્‍કૃતિ સંસ્‍કાર અને પરંપરા ધીરે ધીરે વિસરાઈ રહ્યા છે તેથી સનાતન હિંદુ સંસ્‍કૃતિના જતન માટે વાપી છીરીમાં કાર્યરત જ્ઞાનગંગા સ્‍કૂલમાં તૂલસી પૂજનનું આવકાર્ય આયોજન કરવામાં આવ્‍યું હતું. તુલસી પૂજન કાર્યક્રમમાં 1 હજાર ઉપરાંત બાળકોએ ભાગ લઈને આસ્‍થા પૂર્વક તુલસી માતાનું પૂજન કર્યું હતું.
ડુંગરા આશ્રમના મુકેશભાઈ મહારાજની રાબહરીમાં તુલસી પૂજન કાર્યક્રમ જ્ઞાનગંગા સ્‍કૂલમાં યોજાયો હતો. મહારાજ મુકેશભાઈએ શાષાોક્‍ત વિધી વિધાન પૂર્વક બાળકોને તુલસી પૂજન કરાવ્‍યું હતું તેમજ તુલસી, પીપળા જેવા વૃક્ષ છોડનો મહિમા બાળકોને સમજાવ્‍યો હતો. બાળકોએ તુલસી માતાની પૂજા-અર્ચના વંદન કરી શ્રધ્‍ધાપૂર્વક તુલસી માતાનું પૂજન કર્યું હતું. સ્‍કૂલ સંચાલક શૈલેષભાઈ પટેલએ જણાવ્‍યું હતું કે, બાળકો અને આજની પેઢી હિંદુ સનાતન સંસ્‍કૃતિ-પર્વ વિસરી રહ્યા છે. નાતાલને જાણે છે પણ પોતાની સંસ્‍કૃતિ અને પરંપરાથી દૂર થઈ રહ્યા છે. તેથી બાળકોને આધ્‍યાત્‍મિક સંસ્‍કાર આવે તે માટે સ્‍કૂલમાં પ્રત્‍યેક હિન્‍દુ તહેવાર તેના મહિમા સાથે ઉજવવામાં આવે છે. શાળાના આચાર્ય સુનીલ નાયરે સ્‍ટાફ, મહારાજ તથા વિદ્યાર્થીઓનો આભાર પ્રગટ કરી સર્વને ખાસ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વલસાડ લેન્‍ડ ગ્રેબિંગ સ્‍પેશિયલ કોર્ટ વાપીના આરોપીની જામીન અરજી નામંજુર કરી

vartmanpravah

રાષ્‍ટ્રીય શાળા રમત-ગમત સ્‍પર્ધા-2023 દમણમાં જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ: દમણ જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ સક્રિયપણે લીધેલો ભાગ

vartmanpravah

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

vartmanpravah

Leave a Comment