January 26, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

સીટી બસ સેવાથી ધંધો ઠપ ઠઈ ગયો છે : રિક્ષા અગ્રણીઓએ સાંસદ ધવલ પટેલની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે શહેરમાં સીટી બસની સેવા કાર્યરત કરી છે. પરંતુ આ સુવિધા વલસાડના રિક્ષા ચાલકોને રાશ આવી રહી નથી. આજે શહેરમાં એક નવો મામલો ઉદ્દભવ્‍યો હતો. હજારો રિક્ષા ચાલકોએ પાલિકાની સીટી બસ સેવાનો વિરોધ કર્યો છે. રિક્ષા ચાલકો લડતનો મુડ બનાવી દીધો હતો. રિક્ષા યુનિયનના આગેવાનો સાંસદ ધવલભાઈ પટેલને મળીને તેમની મુશ્‍કેલીઓ અને ઉકેલ માટે રજૂઆત કરી હતી.
વલસાડમાં સ્‍થાનિક અને બહાર ગામની મળી રૂા.5 હજાર જેટલી રિક્ષાઓ શહેરની સડકો ઉપર દોડી રહી છે. રિક્ષા ચાલકો અને પરિવાર માટે રિક્ષાની આવક એક માત્ર આવકનોસ્ત્રોત છે. સીટી બસોને લઈને રિક્ષાના ધંધામાં નુકશાન થઈ રહ્યું છે. તેથી રિક્ષા ચાલકોએ નક્કી કર્યું હતું અને માંગ કરી છે કે સીટી બસ સેવા બંધ કરવામાં આવે અને બંધ કરવામાં નહીં આવે તો 5 હજાર રિક્ષા ચાલકો રોડ ઉપર બેસી સખ્‍ત વિરોધ કરી લડત આપશે. તેવુ રિક્ષા ચાલકોએ જણાવ્‍યું હતું.
રિક્ષા યુનિયનના આગેવાનો સાંસદ ધવલભાઈ પટેલનીસાથે આજે મુલાકાત લીધી હતી. તેમજ સીટી બસ સેવાને લઈ ધંધા ઉપર થઈ રહેલી અસર નુકશાન અંગે રજૂઆત કરી હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સીટી બસ કોસંબા, તિથલ અતુલ સહીતના ગામડાઓ સુધી દોડી રહી છે. તેતી અમારો ધંધા પડી ભાંગ્‍યો છે. સાંસદે રિક્ષા આગેવાનોને સાંત્‍વના આપી ઘટતું કરવાનો દિલાસો આપ્‍યો હતો. જોવું એ રહ્યું કે, આવનારા સમયમાં આ મુદ્દો મામલો કેવો રુખ પકડે છે.

Related posts

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

vartmanpravah

દેહરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની ગંભીર બેદરકારી સામે પંચાયતના હોદ્દેદારોની રજૂઆત

vartmanpravah

સેલવાસના યુવાને રંગોળીની પેઈન્‍ટિંગ સ્‍પર્ધામાં ઈન્‍ડિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

vartmanpravah

Leave a Comment