October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

આલોક કંપનીની કેન્‍ટીનમાં કામ કરતા નેપાલી યુવાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના રખોલી દત્તુપાડા ખાતે ચાલીમાં રહેતા અને આલોક કંપનીની કેન્‍ટીનમાં કામ કરતા યુવાને કોઈક અગમ્‍ય કારણસર ગઈકાલ તા.29મીડિસેમ્‍બરના રવિવારે પોતાના રૂમની અંદર જ ગળે ફાંસો લગાવી જીવન ટુંકાવ્‍યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નિમિત્ત થાપા (ઉ.વ.27) રહેવાસી દત્તુપાડા, રખોલી. જે સેલવાસની આલોક કંપનીની કેન્‍ટીનમાં કામ કરતો હતો જે એના કાકા સાથે ચાલીમાં રહેતો હતો. સવારે કાકા નોકરી પર નીકળી ગયા બાદ રૂમની અંદર જ એકલતાનો લાભ લઈ ગળે નિમિત્ત થાપાએ ગળે ફાંસી લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. સાંજે જ્‍યારે એના કાકા નોકરી પરથી પરત ઘરે આવ્‍યા ત્‍યારે જોયું તો નિમિત થાપા રૂમની અંદર જ ગળે ફાંસો લગાવેલી હાલતમાં લટકી રહ્યો હતો, તે જોતા આજુબાજુના લોકોને જાણ કર્યા બાદ પોલીસને પણ જાણ કરતા પોલીસકર્મીઓની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

vartmanpravah

Leave a Comment