વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અતિથિ અને અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલા કચીગામના સરપંચ ભરતભાઈ પટેલ અને જિ.પં. સભ્ય દિનેશભાઈ ધોડીના હસ્તે મેડલ, ટ્રોફી અને ઈનામ આપની પ્રોત્સાહિત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : આજે મોટી દમણના કચીગામ ખાતેની હાયર સેકન્ડરી સ્કૂલના વાર્ષિક રમતોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે ગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી દિનેશભાઈ ધોડી ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના ઈન્ચાર્જપ્રિન્સિપાલ શ્રી ઉમેશભાઈ હળપતિના માર્ગદર્શન હેઠળ વ્યાયામ શિક્ષક શ્રી મનોજભાઈ પટેલની દેખરેખમાં તમામ શિક્ષક ભાઈ-બહેનોએ વાર્ષિક રમતોત્સવને સફળ બનાવ્યો હતો. વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે દમણ જિલ્લા શિક્ષણ વિભાગના બી.આર.સી. શ્રીમતી ભાવિનીબેન દેસાઈ, સી.આર.સી. શ્રીમતી રોશનીબેન પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થી ખેલાડીઓનો જુસ્સો બુલંદ કર્યો હતો.