November 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રામ પંચાયતવિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાગૃતિનો સંદેશ આપતું શેરી નાટક ભજવાયું

  • પ્‍લાસ્‍ટિક મુક્‍ત દમણવાડા ગ્રામ પંચાયત નિર્માણનો સરપંચ મુકેશ ગોસાવીએ વ્‍યક્‍ત કરેલો દૃઢ નિર્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01
દમણ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા, સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો વપરાશ બંધ કરવા તથા સુકા અને ભીના કચરાને અલગ તારવી જુદી જુદી કચરાપેટીમાં નાખવા માટેની જાગૃતિ કેળવવા શેરી નાટકો ભજવવામાં આવી રહ્યા છે. જેની કડીમાં આજે દમણવાડા ગ્રામ પંચાયતની ભામટી, દમણવાડા શાળા તથા નવી નગરીમાં શેરી નાટક યોજવામાં આવ્‍યા હતા.
શેરી નાટકની ટીમે પોતાના અનોખા અંદાજમાં ગ્રામજનોને સ્‍વચ્‍છતાથી માંડી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક તથા સુકા અને ભીના કચરાની ઓળખથી લઈ તેને જુદા તારવવાનું ભાવવાહી શૈલીમાં માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પણ પ્રાસંગિક સંબોધનમાં પ્‍લાસ્‍ટિક મુક્‍ત દમણવાડા ગ્રામ પંચાયતના નિર્ધારનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

Leave a Comment