Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 01 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5909 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 241 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 246 નમૂના લેવામા આવ્‍યા હતા જેમાંથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો નથી. જ્‍યારે દમણમાં 162 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાં એક પણ ટેસ્‍ટ પોઝિટિવ નહીં આવતા તંત્ર અને પ્રજાએ હાશકરો અનુભવ્‍યો હતો. દાનહ અને દમણ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં વેક્‍સીનનું ટીકાકરણ કરવામા આવ્‍યું હતુ. જેમાં આજે 4176 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 381939 અને બીજો ડોઝ 140185 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 522124 લોકોને વેક્‍સીન આપવામાં આવી છે.

Related posts

થાલા નેશનલ હાઈવે પર અજાણ્‍યા વાહન અડફતે વસુધારા ડેરીમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા ગાર્ડનું મોત નીપજ્‍યું

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી

vartmanpravah

Leave a Comment