October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
ફરી એકવાર રેલવેએ ઉદવાડા રેલવે સ્‍ટેશન પાસે ગેરકાયદેસર દબાણ કરી રહેતા રહેવાસીઓ પર ઘા કરી એમને ભર ચોમાસે બેધર કર્યા છે.
ઉદવાડા રેલવે ફાટક પાસે ઘેલાભાઈ દેસાઈના નામની 50 વરસ જૂની ચાલી તેમજ બીજા મકાનો આવેલા હતા. રેલવેએ તેમને આ જગ્‍યા રેલવેની હોય ખાલી કરવા માટે બે થી ત્રણ નોટિસો આપવામાં આવી હતી પરંતુ સ્‍થાનિક રહિશોએ તહેવારો હોય થોડી મૂદ્દત માંગી હતી.
આજરોજ બુધવારે ફરી એક વખત સવારે 10 વાગે વલસાડ રેલવેની ટીમે પોલીસ, જી.ઈ.બી.ની ટિમ સાથે રાખી જેસીબી દ્વારા ડીમોલેશન હાથ ધરી 6 થી 7 જેટલા કાચા મકાનોનું ડીમોલેશન કર્યું હતું. જોકે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હોય કોઈ અનિચ્‍છનીય બનાવ બન્‍યો ન હતો.

Related posts

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા સરમાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચોમાસાની ઋતુના આગમન પહેલાં દાદરા નગર હવેલીના તમામ બિસ્‍માર રસ્‍તાઓની મરામ્‍મત કરવા સાંસદ કલાબેન ડેલકરની કલેક્‍ટરને લેખિત રજૂઆત

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

કરમબેલાના ભાજપના યુવા નેતા આનંદ શાહે એમની ટીમે સાથે ધારાસભ્‍ય પાટકરની મુલાકાત કરી પાઠવેલા અભિનંદન અને મેળવેલા આશીર્વાદ

vartmanpravah

Leave a Comment