September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

  • દાનહ લોકસભાની ચૂંટણીમાં મહિલા દાવેદારી કરનારા કલાબેન ડેલકર સંભવતઃ ત્રીજા મહિલા

  • 1989ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી રીટાબેન પટેલે નોંધાવેલી દાવેદારી, 2019માં શિવસેનાના ઉમેદવાર બનેલા અંકિતાબેન પટેલ અને હવે શિવસેના તરફથી ઉમેદવાર બનતા કલાબેન ડેલકર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટેની પેટા ચૂંટણીમાં શિવસેના તરફથી શ્રીમતી કલાબેન ડેલકરે દાવેદારી કરતા સાંસદની ચૂંટણીમાં ઉભા રહેનારા સંભવતઃ તેઓ ત્રીજા મહિલા રાજકારણી બન્‍યા છે.
દાદરા નગર હવેલી લોકસભા બેઠક ઉપરથી સૌથી પહેલાં શ્રીમતી રીટાબેન પટેલે 1989માં ભાજપતરફથી દાવેદારી કરી હતી. જ્‍યારે 2019ની લોકસભા ચૂંટણીમાં શ્રીમતી રીટાબેન પટેલના સુપુત્રી શ્રીમતી અંકિતાબેન પટેલ ઉમેદવાર બન્‍યા હતા. હવે શ્રીમતી કલાબેન ડેલકર શિવસેના તરફથી ઉમેદવાર બની રહ્યા છે.
શ્રીમતી કલાબેન ડેલકર નવશક્‍તિ મહિલા મંડળના પ્રમુખ તરીકે પ્રદેશમાં પોતાનો પ્રભાવ પાથરી ચુક્‍યા છે અને સ્‍વ. સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર સાથે ખભેથી ખભા મિલાવી રાજકીય અનુભવ પણ મેળવેલો હોવાથી આ ચૂંટણીમાં તેમનું ધનુષ્‍યબાણ લક્ષ્યવેધ કરે કે નહીં તેના ઉપર તમામની નજર મંડાયેલી રહેશે.

Related posts

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

ચીખલીમાં તાલુકાસેવા સદન કેમ્‍પસમાં વોક-વેના પેવર બ્‍લોક બેસી ગયા!

vartmanpravah

પારડી નેશનલ હાઈવે સ્‍થિત રોહિત ખાડીના બે પુલ વચ્‍ચેના ખાડામાં કન્‍ટેનર ખાબકયું

vartmanpravah

દાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠક

vartmanpravah

વાપી ડેપોની મહિલા કન્‍ડકટરે ઈમાનદારીની મિશાલ જગાવી

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment