December 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

છેલ્લા બે મહિનાથી દાનહમાં બેંકો રૂા.1 લાખ કરતા વધુની રકમના ઉપાડ તથા જમાની વિગતો પ્રશાસનને આપશે

  • સંઘપ્રદેશ પ્રશાસને પેટા ચૂંટણીમાં નાણાંના પ્રભાવને રોકવા શરૂ કરેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે અગામી તા.30મી ઓક્‍ટોબરના રોજ યોજાનારી પેટા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે નાણાંના થતા પ્રયોગને રોકવા ચૂંટણી પંચે આપેલા દિશા-નિર્દેશ મુજબ કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાકેશ મિન્‍હાસે દાદરા નગર હવેલીની તમામ બેંકો પાસેથી રૂા.1 લાખ કરતા વધુની જમા-ઉપાડની છેલ્લા બે મહિનાથી માહિતી આપવા તાકિદ કરી છે.
એક બેંક એકાઉન્‍ટમાંથી આરટીજીએસ મારફત કેટલીક વ્‍યક્‍તિઓને કરવામાં આવેલ નાણાંની ટ્રાન્‍સફરના સંદર્ભમાં પણ માહિતી મંગાઈ છે અને કોઈપણ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રૂા.1 લાખ કરતા વધુનો ઉપાડ અને જમાની વિગતો માંગવામાં આવી છે.

Related posts

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

vartmanpravah

પારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં શિષ્‍યવૃત્તિ માટે ઈ-કેવાયસીના તઘલખી નિર્ણયથી વાલીઓ-વિદ્યાર્થીઓ કંટાળી ગયા, શિષ્‍યવૃત્તિ ટાળવા લાચાર

vartmanpravah

સેલવાસ નગરપાલિકાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ સંદર્ભે દાનહ વેપારી એસોસિએશને રેલી કાઢી કલેક્‍ટર ભાનુ પ્રભાને આપેલું આવેદનપત્ર

vartmanpravah

દહાડ પ્રાથમિક શાળા જમીન પ્રકરણમાં નવી બોટલમાં જૂનો દારૂ એ પણ બનાવટી જેવો સામે આવી રહેલો ઘાટ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

Leave a Comment