April 8, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગને સોશિયલ મિડિયાના માધ્‍યમથી સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા ખાનવેલના એક શિક્ષક દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સામે શિસ્‍તભંગ કરતો વિડીયો મળ્‍યો હતો.
સ્‍વાભાવિક રીતે શિક્ષણ વિભાગ માટે અને શિક્ષણ પ્રણાલી માટે આ વિડીયો અત્‍યંત ગંભીર અને દુર્ભાગ્‍યપૂર્ણ છે. શિક્ષણ વિભાગને ધ્‍યાનમાં આવતા જ શિક્ષણ વિભાગ આ ગંભીર વિષયને ધ્‍યાનમાં લઈ વીડિયોની સત્‍યતાના સંદર્ભમાં આચાર્ય સાથે ચર્ચા કરતા હકીકત સામે આવી હતી. આ ગંભીર શિસ્‍તભંગ વ્‍યવહાર માટે હંગામી રૂપે કાર્યરત દોષી શિક્ષકને તરત અસરથી એમના પદ પરથી સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કરવામા આવ્‍યો છે.
વિશેષમાં આ આખી ઘટના માટે શાળાના આચાર્યને પણ જવાબદાર ગણી એમને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

Related posts

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણના કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનમાં યોજાયો ‘ટ્રૂપ્‍સ ગેટ ટુ ગેધર’ કાર્યક્રમઃ મરવડ ગ્રા.પં.ના ઉપ સરપંચ સતિષભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

વાપીમાં 6 કરોડની બોગસ ઈનપુટ ટેક્‍સ ક્રેડીટ લેનાર સ્‍ક્રેપના વેપારીની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ

vartmanpravah

Leave a Comment