Vartman Pravah
Breaking Newsદમણ

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

કાળા કલરની મહારાષ્‍ટ્ર પાસિંગની ગાડીમાં આવેલા આરોપીઓ મુખ્‍યત્‍વે બુટલેગર હોવાનું સૂત્રો દ્વારા ફલિતઃ દારૂના ગોરખધંધામાં ફાટીને ધૂમાડે ગયેલા આરોપીઓને બોધપાઠ મળે એવી કાર્યવાહી પોલીસ તંત્ર કરે એ જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29
નાની દમણના રીંગણવાડા પાસે ઈન્‍ડો-જર્મન કંપનીમાં આવેલ મશીનને ટ્રકમાં ટ્રાન્‍સફર કરતા સમયે થયેલા ટ્રાફિકજામમાં ક્રેનના ડ્રાયવર અને તેના સહયોગીને મહારાષ્‍ટ્રની કાળા કલરની કારમાં આવેલ ઈસમોએ પથ્‍થર અને લોખંડના સળિયા તથા લાકડાથી માર મારતા ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના પ્રકાશમાં આવી છે. દમણ પોલીસે અજ્ઞાત હૂમલાખોરો સામે આઈપીસીની 326 અને 34 કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાની દમણના સોમનાથ જંક્‍શન દાભેલ ખાતે જી-સિનેમા બિલ્‍ડીંગના ફલેટ નંબર 105માં રહેતા ક્રેન ડ્રાયવર મનદીપકુમારપરસોત્તમલાલ અને તેમનો સહયોગી વિક્રમ સિંઘ દિનનાથ સિંઘ આજે સવારે 11:40 વાગ્‍યના સુમારે ઈન્‍ડો-જર્મન કંપનીમાં આવેલ મશીનને કંપનીમાંથી ટ્રકમાં મુકતા હતા ત્‍યારે રોડ ઉપર થોડો ટ્રાફિક જામ થયો હતો. તે દરમિયાન કાળા કલરની મહારાષ્‍ટ્ર પાસિંગ ગાડીમાં બેઠેલ એક વ્‍યક્‍તિએ વિક્રમ સિંઘને આવીને જણાવેલ કે કામ જલદી કરો, ત્‍યારે કહ્યું હતું કે, બે-પાંચ મિનિટમાં કામ પૂર્ણ થઈ જશે. ત્‍યારબાદ ઉપરોક્‍ત શખ્‍સે જણાવ્‍યું હતું કે, તમે મને ઓખળતા નથી અને તે શખ્‍સે વિક્રમ સિંઘને પથ્‍થર લઈને મારવા લાગ્‍યો હતો. ત્‍યારબાદ આરોપીએ કોઈને ફોન કરી બોલાવતા બીજા ત્‍યાં પાંચથી આઠ જેટલા ઈસમો આવી જતાં બંનેને લોખંડના સળિયા અને લાકડાથી માર માર્યો હતો અને લોકો જમા થતાં મહારાષ્‍ટ્ર પાસિંગની કાળા રંગની ગાડી લઈ તેઓ ભાગી છૂટયા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દમણમાં આજે દાદરા નગર હવેલી ખાતે યોજાઈ રહેલી લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ડ્રાય ડે હોવાથી આરોપીઓ પોતે મોટા બુટલેગર અથવા બુટલેગર સાથે ઘનિષ્‍ઠ નાતો ધરાવતા હોવાનું જાણવા મળે છે.
દમણ પોલીસે આ બાબતે ઘનિષ્‍ઠ તપાસ કરી દારૂના ગોરખધંધામાં ફાટીને ધૂમાડે ગયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી બોધપાઠ આપવો જોઈએ એવી વ્‍યાપક માંગ ઉઠી રહીછે.

Related posts

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાતમાલીયા ડિયર પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

વાપી રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવમાં પૂર્વ મિસ ઈન્‍ડિયા સિમરન આહુજાની સેલીબ્રીટી એન્‍ટ્રી

vartmanpravah

વલસાડ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂણહુતિ કરવામાં આવી

vartmanpravah

Leave a Comment