Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

  • અન્‍ય વિકસિત સમાજોની હરોળમાં આવવા માટે કોળી પટેલ સમાજના લોકો હજુ પાછળઃ ગુજરાતના ઊર્જા, કળષિ અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગના રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલ

  • દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાનો કોળી સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છેઃ ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના મંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31
વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ઉપક્રમે યોજાયેલા તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરતા ગુજરાત રાજયના ઊર્જા, કળષિ અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગના રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, અન્‍ય વિકસીત સમાજોની હરોળમાં આવવા માટે કોળી પટેલ સમાજના લોકો હજુ પાછળ છે. નવી પેઢીને વિકસીત કરવા શિક્ષણનો વ્‍યાપ વધારવા અને રોજગારી તથા નોકરી આપવા માટે તાલીમ આપી શિક્ષિત કરવા કોળી સમાજે પહેલ કરવી પડશે. આજે અહીં સી.એ., ડોકટર, પી.એચ.ડી. જેવી ઉચ્‍ચ પદવી પ્રાપ્ત કરનારા કોળી પટેલ યુવાનોને સન્‍માન કરતા મને ખૂબ ગૌરવની લાગણી થઈ રહી છે. પોલીસદળમાં અને જીપીએસસી જેવીસ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં નોકરી અપાવવા માટે કોળી પટેલ સમાજના ઉમેદવારોને પુરતી તાલીમ, પરિક્ષા પૂર્વેની તૈયારીઓ કરાવવા કોળી સમાજના આગેવાનોને મહત્‍વની ભૂમિકા અદા કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજયમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી અને રાજયમંત્રી શ્રી મુકેશભાઈ પટેલનું વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના પ્રમુખ અને ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલ અને મંડળની સમગ્ર ટીમ તરફથી શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતું. સન્‍માનનો પ્રતિભાવ આપતા નાણાં અને ઊર્જા વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાનો કોળી સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે. નવા મંત્રી મંડળમાં વલસાડ જિલ્લામાંથી પ્રથમવાર બે મંત્રી સરકારમાં છે ત્‍યારે લોકોની અપેક્ષાઓ વધી છે. જેને પૂર્ણ કરવા રાજયના ઉમદા વ્‍યકિતત્‍વ ધરાવતા મુખ્‍યમંત્રી અને મજબુત નેતળત્‍વ પુરુ પાડનાર ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલની રાહબરી હેઠળ જિલ્લાના વિકાસના વિચાર્યા પણ ન હોય તેવા કામો કરવાના છે.
આ પ્રસંગે જળ સંપતિ, પાણી પુરવઠા અને મત્‍સ્‍યોદ્યોગ ખાતાના રાજયમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, કોળી પટેલ સમાજની એકતા વધુ મજબુત થાય તેમાટે સમાજનું સંગઠન ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલના નેતળત્‍વ હેઠળ ઉમદા કાર્ય કરી રહયું છે. ઉમરગામથી ભરૂચ સુધીના દક્ષિણ ગુજરાતના કાંઠા વિભાગના લોકોના વિકાસ માટેના અનેક પ્રશ્નો છે. માછીમારોના ઉત્‍કર્ષ માટે પણ ઘણાં કામો કરવાના છે.
નવા મંત્રી મંડળના આપણા જિલ્લાના કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પાસે નાણાં અને ઊર્જા જેવા મહત્‍વના વિભાગો છે ત્‍યારે આપણા જિલ્લાના વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા તેઓ પ્રયત્‍નશીલ રહેશે.
આ પ્રસંગે વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના પ્રમુખ અને ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલે સમાજની વિવિધ સેવાકીય પ્રવળતિઓનો ખ્‍યાલ આપ્‍યો હતો અને નવી સરકારમાં દક્ષિણ ગુજરાતમાંથી સાત મંત્રીઓ સરકારમાં જે ત્‍યારે આપણા વિસ્‍તારના વિકાસના કામો ઝડપથી હાથ ધરાશે એવી આશા વ્‍યકત કરી હતી.
આ કાર્યક્રમમાં કોળી પટેલ સમાજના 20 જેટલા શૈક્ષણિક ક્ષેત્રે ડોકટર, સી.એ., પીએચડી. થયેલા યુવાનોને રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે શાલ ઓઢાડી અને સન્‍માનપત્ર એનાયત કરી સન્‍માનિત કરાયા હતા. આ ઉપરાંત કોરોનાની મહામારીના સમયમાં જિલ્લા એપેડેમીક અધિકારી તરીકે ફરજ બજાવનાર કોળી પટેલ સમાજના ડો. મનોજભાઈ પટેલ અને આરોગ્‍ય વિભાગના કર્મચારીઓનું પણ સન્‍માન કરાયું હતુંતેમજ તાજેતરમાં ગાડરીયા ગામ ખાતે મધરાતે ત્રાકટેલા સશષા લુટારૂઓનો બહાદુરી પૂર્વક સામનો કરી બે લુટારૂઓને ઝડપી પાડી તેઓને પોલીસના હવાલે કરનાર ગાડરીયા ગામના કોળી પટેલ દંપતિશ્રી જતીનભાઈ પટેલ અને અનુપ્રિયા પટેલનું મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે બહુમાન કરાયું હતું .
આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે વીર નર્મદ યુનિ.ના કેમેસ્‍ટ્રી વિભાગના હેડ ડો. સૌરબબેન પટેલ, વલસાડના નામાંકિત યુરોલોજીસ્‍ટ ડો.જયંત પટેલ, સુરતના ઓર્થોસર્જન ડો.ધળવિન પટેલ, ડો. મનોજ પટેલ, ડો. મનિષાબેન પટેલ, વલસાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પુષ્‍પાબેન પટેલ, ઉદ્યોગપતિશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહયા હતા.
આ કાર્યક્રમમાં જુજવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત આઈ.પી.ગાંધી હાઈસ્‍કુલના પ્રમુખશ્રી સુનિલભાઈ પટેલ અને અટગામના ભાજપના અગ્રણી શ્રી રૂપેશભાઈ પટેલ તરફથી એક એક લાખ, ડો. જયંતભાઈ પટેલ તરફથી 25000/-તથા પૂર્વ પ્રમુખ શ્રીમતી પુષ્‍પાબેન પટેલ તરફથી પ્રિતિ ભોજન માટે દાન આપવાની જાહેરાત કરાઈ હતી. આભાર વિધિ મંડળના મંત્રીશ્રી રામુભાઈ પટેલે કરી હતી.

Related posts

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

મોબાઈલની મોકાણઃ સગીર યુવતીએ કરી આત્‍મહત્‍યા : ખડકીમાં પિતાએ ‘મોબાઈલ કેમ બંધ છે?’ ના ઠપકાને લઈ 17 વર્ષીય દીકરીએ ફાંસો ખાઈ કરી આત્‍મહત્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલી ભાજપા એસ.ટી. મોરચા દ્વારા સાયલી ગામના બાળકની નિર્મમ હત્‍યા સંદર્ભે એસ.પી.ને રજુઆત કરાઈ

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વણાંકબારા શાળાના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ ઉપર જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

vartmanpravah

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

Leave a Comment