Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

  • આદિવાસીઓના હક્ક અધિકારોના રક્ષણ માટે ‘આદિવાસી વિકાસ સંગઠન’ના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશેઃ સાંસદ કલાબેન ડેલકર

  • પ્રદેશની જનતાના વિશ્વાસમાં ખરા ઉતરીશું : અભિનવ ડેલકર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
દાનહના નવનિર્વાચીત સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે લોકસભાની પેટા ચૂંટણીમાં મળેલી પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ જનતાનો આભાર જનતાની વચ્‍ચે જઈને માનવાનો આવકારદાયક નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે આજે કૌંચા અને દૂધની પંચાયતના લોકોની વચ્‍ચે પહોંચ્‍યા હતા. જ્‍યાં આભાર સભાના મંચ પરથી તેઓએ આ વિસ્‍તારના લોકોનો આભાર વ્‍યક્‍ત કર્યોહતો.
સૌપ્રથમ શ્રી અભિનવ ડેલકરે પોતાના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, આ ચૂંટણીમાં પ્રદેશની જનતાનું અભૂતપૂર્વ સમર્થન મળ્‍યું છે જેના કારણે આટલી મોટી અને ઐતિહાસિક જીત મળી છે. પિતાજી શ્રી મોહનભાઈ ડેલકર પ્રત્‍યે પ્રદેશની જનતાનો અપાર પ્રેમનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે ? હું અને મારી માતા લોકોની વચ્‍ચે જઈને પણ લોકોના કામો કરવા કટિબદ્ધ છીએ.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, શ્રી મોહનભાઈ ડેલકરના અધૂરા સપનાને પૂરા કરવાના લક્ષ્ય સાથે આગળ વધીશું. એક કાર્યકર્તાની જેમ કામ કરવાની પણ તૈયારી સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે બતાવી છે. શિક્ષકોની સમસ્‍યાઓનું નિવારણ અને સરકારી નોકરીને સુરક્ષિત રાખવા જ્‍યાં પણ પહોંચીને લડવા પડે ત્‍યાં જઈશું તેવો વિશ્વાસ આભાર સભાના મંચ પરથી આપ્‍યો હતો. આદિવાસીઓના હક્ક અધિકારોના રક્ષણ માટે આદિવાસી વિકાસ સંગઠનના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશે તેવી લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.
આભાર સભામાં દૂધની તથા કૌંચા પટેલાદથી મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. ડેલકર પરિવાર તરફથી તમામ માટે ભોજનની વ્‍યવસ્‍થા પણ કરવામા આવી હતી.

Related posts

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નરોલી ચેકપોસ્‍ટને ટ્રકનો પાછળનો ભાગ ઠોકાતા ચેકપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ઈન્‍ટર કલાસ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ સાંસ્કૃતિક વિકની શરૂઆત

vartmanpravah

Leave a Comment