Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

કિલવણી નાકા સર્કલને જનનાયક બિરસા મુંડા ચોક જાહેર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને કરાયેલી દરખાસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
આજે ‘આદિવાસી એકતા પરિષદ’ના નેજા હેઠળ સેલવાસના કિલવણી નાકા ખાતે જનનાયક બિરસા મુંડા ચોકમાં જન નાયકની પ્રતિમા લગાવી ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું અને આ ચોકનું નામકરણ જન નાયક શ્રી બિરસા મુંડા ચોક તરીકે જાહેર કરવા સંઘપ્રદેશના પ્રશાસક સમક્ષ દરખાસ્‍ત રજૂ કરવાનું પણ ઠરાવવામાં આવ્‍યું હતું.
આ અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના રરમા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી પ્રભુ ટોકિયા, સંયોજક શ્રી વિનય કુંવરા, શ્રી નાના શિંદે, પ્રમુખ શ્રી રામુ ભાવર, કાર્યકારી પ્રમુખ શ્રી અશોક વળવી, પૂર્વ પ્રમુખ શ્રી જયંતિ કોલા, શ્રી શ્‍યામ ગિંભલ, પંચાયત અને નગર પરિષદ વિસ્‍તરણના તમામ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના સ્‍થાપક મહામંત્રી અને આગેવાન કાર્યકર્તા એવા સ્‍વ. શ્રી જુગલભાઈ પટેલને તેમની પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment