October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

  • પાલિકાની 43 બેઠકો માટે 129 બુથો ઉપર મતદાન યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી આડે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્‍યારે ચૂંટણીનો કસુબલ રંગ ધીરે ધીરે શહેરમાં જોર પકડતો જાય છે. વાપી પાલિકાની 2021ની ચૂંટણીમાં નવા 15602 યુવા મતદારો નોંધાયા છે. જેઓ પ્રથમવાર જ મતદાન કરવાના છે ત્‍યારે આ યુવા મતદારો નિર્ણાયક બનશે એ ચોક્કસ છે.
વાપી નગરપાલિકામાં કુલ 11 વોર્ડ મળીને 102205 મતદારો છે તેમાં સૌથી વધુ મતદારો વોર્ડ નં.05માં 11933 છે જ્‍યારે સૌથી ઓછા મતદાર વોર્ડ નં.1માં 6337 મતદારો છે. આગામી તા.28 નવેમ્‍બરના રોજ ચૂંટણી મતદાન યોજાનાર છે. તેથી વહીવટી તંત્ર દ્વારા કુલ 43 બેઠકો માટે 129 બુથો ઉપર મતદાન યોજાશે તેની તૈયારી આરંભાઈ દીધી છે.
હાલમાં પાલિકામાં ત્રિપાંખીયો જંગ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે ચાલી રહ્યો છે. પણ હકીકતમાં તો ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે સીધો જંગ છે. આમ આદમી પાર્ટીના ભલે 25 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હોય પણ તેઓ માત્ર ભાજપ-કોંગ્રેસના મતોનું ધૃવીકરણ કરશે. એક પણ ઉમેદવાર જીતની રેશમાં હોય તેવુહાલમાં દેખાઈ રહ્યું નથી. બીજી તરફ નગરપંચાયતની સ્‍થાપના 1995માં થઈ ત્‍યાંથી આજ સુધી કોંગ્રેસ કદાપિ જીતી નથી એટલે ભાજપનો દબદબો રહેશે. જ્‍યારે વોર્ડ નં.6 કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્‍યાં સીધી કાંટાની ટક્કર છે. અલબત્ત પાલિકાનો કબજો તો ભાજપ જ કરશે કારણ કે ભાજપ પાસે કાર્યકરો છે અને વ્‍યુહરચના પણ છે.

Related posts

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

Leave a Comment