Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્‍કાર: ઓટ્‍મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત

દમણ, તા.28:
મોટી દમણની જૂની દીવાદાંડીના કાંગરા ખરી ચૂકયા હતાં, કોઈની પણ તેના ઉપર નજર નહીં હતી તેમાં સંઘપ્રદેશ પ્રશાસનની ફૂંકેલા નવા પ્રાણથી આજે જર્જરીત અને રદબાતલ થયેલ જૂની દીવાદાંડીની જગ્‍યા નવપલ્લવિત બની છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત ઓટ્‍મન મેળા (શરદ મેળા)એ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મનમોહી લીધું છે.
24 મી થી શરૂ થયેલા ઓટ્‍મન(શરદ) મેળાનો આજે અંતિમ દિવસ હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસમાં હજ્‍જારો લોકોએ લાભ લીધો છે અને આજે રજાના રવિવારના દિવસે ખાસ કરીને દમણના સ્‍થાનિકો પોતાના પરિવાર સાથે ઉમટી પડયા હતાં. અહીં ઘણાએ ખરીદદારી કરી તો કેટલાકે ખાણીપીણીની પણ મજા માણી અને કેટલાકે પોતાના પોર્ટટ્રેઈટ પણ બનાવ્‍યો. અને લગભગ દરેકે સેલ્‍ફી પાડી અને મોબાઈલના કેમેરામાં સહપરિવાર સાથે જૂની દીવાદાંડીમાં આવેલ વસંતના નજારાને પણ કેદ કર્યો.
પોર્ટુગીઝ સલ્‍તનતના સમયથી આ મોટી દમણની જૂની દીવાદાંડી અડીખમ છે. ટેકનોલોજીના વિકાસ સાથે બાજુમાં નવી દીવાદાંડી ઉભી થતાં ઊંડા દરિયામાં મચ્‍છીમારી કરતા માછીમારો માટે બંદર હોવાનું એક માત્ર દિશાસૂચક રહેલી આ દીવાદાંડી આમ તો અપ્રસ્‍તુત બનીચૂકી હતી અને આજુબાજુની જગ્‍યા પણ વેરાન હતી અને ઠેરઠેર ઘાસચારો ઊગી નીકળતા અહીં આવતા લોકો ડરે એવી સ્‍થિતિ હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખ નજર એના પર પડતા આજે મોટી દમણ લાઈટ હાઉસની શકલ અને સૂરત બદલાઈ ચૂકી છે.

Related posts

‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ દ્વારા તેના ચોથા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

vartmanpravah

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

વાપી પશ્ચિમમાં પુલ ધ્‍વંશ કરવાની કામગીરીમાં રસ્‍તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે

vartmanpravah

કોરોમંડલે ભારતીય ખેડૂતોને સશક્‍ત બનાવવા 10 નવી પાક સંરક્ષણ પ્રોડક્‍ટ રજૂ કરી

vartmanpravah

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

Leave a Comment