July 18, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

વલસાડઃ તા. ૩૦:  વલસાડ જિલ્લામાં ૩૩૪ ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. ચૂંટણીના મુક્‍ત, ન્‍યાયી અને સરળ સંચાલનના હેતુસર જિલ્લા મેજિસ્‍ટ્રેટ  ક્ષિપ્રા આગ્રેએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ હેઠળ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મતદાનના દિવસે તા.૧૯/૧૨/૨૦૨૧ અને જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તા.૨૦/૧૨/૨૦૨૧ના રોજ મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી, મંડપ-તાડપત્રીના ટુકડા કે છત્રીની વ્‍યવસ્‍થા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ હુકમ ફરજ પરના ચુંટણી અધિકારી, મદદનીશ ચુંટણી અધિકારી, નોડલ અધિકારી, પોલીસ અધિકારી, ચુંટણી પંચે અધિકૃત કરેલ અધિકારીઓ, સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીઓ અથવા તેઓને મદદ કરતા એજન્‍સીઓને લાગુ પડશે નહીં. આ હુકમનું ઉલ્લંઘન દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં પોષણ અભિયાન અંતર્ગત ચિત્રસ્‍પર્ધાનું થયેલું આયોજન

vartmanpravah

ટ્રાફિક નિયમોના પાલનને લઈ નવો ચીલો ચિતરતી પારડી મહિલા પોલીસ

vartmanpravah

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment