Vartman Pravah
Breaking Newsવલસાડ

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

વિદેશથી આવેલામાં સિંગાપુર-2, યુ.કે.-6, સાઉથ આફ્રિકા-2, બ્રાઝિલ-1 અને બાંગ્‍લાદેશના 1 મળી કુલ 12 મુસાફરનો સમાવેશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02
કોરોનાની બીજી લહેર હજુ પણ ચાલી રહી છે ત્‍યાં ઓમિક્રોન વેરિઅન્‍ટ નામનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે ત્‍યારે તેની સાવચેતી માટે વલસાડ જિલ્લામાં પરદેશથી આવેલા 12 જેટલા મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્‍ટ કરીને હોમ ક્‍વોરોન્‍ટાઈન કરવામાં આવ્‍યા છે.
ઓમિક્રોન વેરીઅન્‍ટ હાલમાં 11 હાઈરિસ્‍ક દેશોમાં જાહેર થયો છે તેથી ગુજરાત સરકારે તાત્‍કાલિક પરદેશથી આવતા મુસાફરો માટે સાવચેતી માટે નવી ગાઈડલાઈન અમલ કરી છે તે મુજબ વલસાડ જિલ્લામાં 12જેટલા મુસાફરો વિવિધ દેશમાંથી જિલ્લામાં આવ્‍યા છે. તેમાં સિંગાપુરથી-2, યુ.કે.થી-6, સાઉથ આફ્રિકાથી-2, બ્રાઝિલથી-1 અને બાંગ્‍લાદેશથી-1 મળી કુલ 12 મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્‍ટ કરીને હોમ ક્‍વોરોન્‍ટાઈન કરાયા છે.
તેમજ આઠમા દિવસે ફરી ટેસ્‍ટ બાદ ફરી સેમ્‍પલ લેવાશે અને નેગેટીવ રિપોર્ટ આવે તો પણ વધુ સાત દિવસ ઓબઝર્વેશનમાં રખાશે. કુલ 14 દિવસનું હોમ ક્‍વોરોન્‍ટાઈનનો ચુસ્‍ત અમલ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Related posts

સેલવાસ ન.પા.ના વોર્ડ નં.4માં દીવ ન.પા.ના પ્રમુખ હેમલતાબેન સોલંકીનું કરાયું ભાવભીનું સન્‍માન

vartmanpravah

દમણમાં રાષ્‍ટ્રીય રમત દિવસની કરાયેલી ઉજવણી: લગોરી, લીંબુ ચમચી દોડ અને કોથળા દોડ સહિત વિવિધ રમતોનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર ઝંડો ફરકાવાયો

vartmanpravah

પારડી એકતા હોટલ સામે વેન્‍યુ કારમાંથી દારૂ ઝડપાયો

vartmanpravah

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહમાં આઈ.આર.બી.ના અધિકારીનું હૃદયરોગના હૂમલાથી મોત: પોલીસ વિભાગે આપેલી શ્રદ્ધાંજલિ 

vartmanpravah

Leave a Comment