October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

નવિન રોડ કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાનું બહાર આવતા લોકોમાં નારાજગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા. 02
ચોમાસા દરમિયાન વાપી વિસ્‍તારના મોટાભાગના રોડ બેહાલ બની ગયા હતા. બાદમાં ચોમાસાની વિદાય બાદ માત્ર દશ-પંદર દિવસ પહેલાં જ નવિન રોડો બનાવવાની કામગીરી જાહેર બાંધકામ વિભાગે શરૂ જ જ્‍યાં કરી તે ત્‍યાં નવા બનાવાયેલ રોડો પર માત્ર ગણતરીના જ દિવસોમાં ઠેર-ઠેર ખાડા પડવા શરૂ થઈ જતા લોકોમાં વ્‍યાપક રોષ જોવા મળી રહ્યો છે.
વાપી-છીરી રામનગર-કોપરલી રોડને તાજેતરમાં દશ, બાર દિવસ પહેલાં નવા બનાવવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી ત્‍યાં જ નવા બનાવેલ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડવા શરૂ થઈ ગયા છે. કેટલી હલકી કક્ષાની ગુણવત્તાવાળા રોડ તંત્રએ બનાવ્‍યા છેતેનો જવાબ ખાડા આપી રહ્યા છે. આ રોડ હજુ માંડ નવો બન્‍યો છે તો તૂટવો ચાલુ થઈ ગયો તો તે ચાલશે કેટલા દિવસ? આથી રોજીંદી અવર-જવર કરનાર અને સ્‍થાનિકો દ્વારા ખરાબ રોડ કામગીરીને લઈ વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે. જાહેર બાંધકામ વિભાગમાં ઘર કરી ગયેલો ભ્રષ્‍ટાચાર આ રોડ પુરાવારૂપ સાબિત કરી જાય છે.

Related posts

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્‍ધી

vartmanpravah

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

vartmanpravah

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

Leave a Comment