October 15, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીથી બાઈકની ઉઠાંતરી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.6:
વાપી હરીયા પાર્ક ગેટ સામે આવેલ સન સિગ્નેચર બિલ્‍ડીંગના પાર્કિંગમાંથી તસ્‍કર બાઈકની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકે નોંધાવા પામી છે.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ યુપીનો વતની અને હાલ વાપીના ડુંગરી ફળિયા, આઝાદ રેસીડેન્‍સીમાં અબ્‍દુલ મતીન રફાતુલ્લાહ ખાન (ઉં.આ.54) પરિવાર સાથે રહે છે. તેમનો દિકરો મોહમ્‍મદ જાવેદ ગત તારીખ 3-12-21 ના રોજ સાંજના સમયે બાઈક નંબર ડીએન-09 એફ-8939 લઈને હરીયા પાર્ક ગેટ સામે આવેલ સન સિગ્નેચર બિલ્‍ડીંગમાં બાઈક પાર્ક કરી જીમ માટે ગયા હતાં. જે સમયગાળા દરમિયાન તસ્‍કરે બાઈકનું લોક તોડી અથવા ડાયરેકટ કે ડુપ્‍લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ગયો હતો. જીમમાંથી આવ્‍યા બાદ બાઈક પાર્કિંગમાં નજરે નહીં પડતા તેની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ કોઈ પત્તો ન લાગતા અબ્‍દુલ મતીન રફાતુલ્લાહ ખાનએ વાપી ડુંગરા પોલીસ મથકે બાઈક (કિંમત 20 હજાર)ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

Related posts

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

દાનહના 70મા મુક્‍તિ દિવસની ઉજવણીમાં કોઈ કચાશ નહીં રહેવી જોઈએઃ પાડા ફળિયા પંચાયત સુધી આનંદોત્‍સવ મનાવવો જરૂરી

vartmanpravah

ધરમપુરના સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 2114 અરજીનો નિકાલ

vartmanpravah

પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્‍ત જૈન સંઘોએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમની જળસપાટીમાં થયેલો વધારોઃ મંગળવારે 20113 ક્‍યુસેક પાણી છોડાયું 

vartmanpravah

દાનહમાં અન્‍ડર-16 હેન્‍ડબોલના ખેલાડીઓનું રવિવારે થનારૂં સિલેક્‍શનઃ રસ ધરાવતા ખેલાડીઓ ધ્‍યાન આપે

vartmanpravah

Leave a Comment