October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ગીતાનગર કાચા મકાનમાં લાગેલી આગમાં ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ

બાજુમાં સ્‍કૂલ ચાલુ હોવાથી બાળકોની સલામતિ માટે સાવધાની રખાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09
વાપી ગીતાનગર ટાંકી ફળીયા રોડ ઉપર આજે ગુરૂવારે સવારે દશ વાગ્‍યાના સુમારે અચાનક એક કાચા મકાનમાં ભિષણ આગ લાગી હતી. આગની ઘટનાને લઈ સમગ્ર વિસ્‍તારમાં અફરા-તફરીનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો.
વાપી ટાંકી ફળીયા રોડ ઉપર આવેલ સરદાર પટેલ હાઈસ્‍કૂલની બાજુમાં આજે સવારે એક કાચા મકાનમાં ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના બાદ લોકો એકઠા થઈને આગ બુઝાવવા સહિત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડે ઘટના સ્‍થળે આવી આગ ઉપર પાણીનો મારો સતત ચલાવતા એકાદ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. આગમાં ઘરનો સરસામાન રાચરચિલું બળીને ખાખ થઈ ગયેલ. ઘર સામે પાર્ક કરેલ બે બાઈકો પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. સૌથી વધુ ચિંતા બાજુમાં સ્‍કૂલ ચાલુ હતી તેથી આગના બનાવને લઈ બાળકોની સલામતિ ખાસ પોલીસે, સ્‍કૂલે અને લોકોએ સાવધાની દાખવી હતી.
આગમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામેલ નથી પરંતુ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્‍થો મળી આવ્‍યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્‍યું

vartmanpravah

કપરાડાના હુંડા ગામનો ડે.સરપંચ 4000 રૂા.ની લાંચ લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ બનેલી ‘નમો મેડિકલ કોલેજ એન્‍ડ એજ્‍યુકેશન રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ’ની રોશનીનો ઝગમગાટ

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્‍સવ-2022’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment