August 31, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

કુહાડીના ઘા કરનારો મુખ્‍ય આરોપી મોહંમદ સઈદ હજુ પણ પોલીસ પહોંચથી બહારઃ નાનો ભાઈ પકડાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09
સમગ્ર વાપી વિસ્‍તારને ઝકઝોળી નાખનારો નિર્દય હત્‍યાકાંડ ગત તા.04ને શનિવારના રોજ હાઈવે ચાર રસ્‍તા નજીક બોસ્‍ટન ટી સ્‍ટોલ ની સામે સાંજના સુમારે આંતિરક અદાવતમાં એક યુવાન ઉપર ઉપરા-ઉપરી કુહાડીના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
આ હત્‍યાકાંડની પોલીસ તપાસમાં પ્રથમ બે આરોપી ઝડપાયા હતા. ગતરોજ વધુ એક ત્રીજો આરોપી પોલીસે દબોચી લીધો છે. મુખ્‍ય આરોપીની શોધ પોલીસ કરી રહી છે.
ઉત્તર પ્રદેશમાં 20 દિવસ પહેલાં થયેલ પારિવારીક ઝઘડાની અદાવત રાખીને ગત શનિવારે વાપી હાઈવે ચાર રસ્‍તા નજીક આવેલ બોસ્‍ટન ટી-સ્‍ટોલ સામે સલામત શેખ નામના યુવાનની કુહાડીના ઘા મારીને સરેઆમ હત્‍યા કરી દેવાઈ હતી.
હત્‍યારા આરોપીઓ મામા-ફોઈના સગા-વ્‍હાલા જ હતા. આ પ્રકરણમાં પોલીસે પ્રથમ મૃતકના બનેવી મોહંમદ અનવર ઉર્ફે મુન્ની ઈબ્રાહીમને તેના નાના પુત્ર સાથે પોલીસે ઝડપી લીધો હતો. ત્‍યારબાદ બીજો 17 વર્ષિયપુત્રને પોલીસે ગતરોજ ઝડપી પાડયો છે.
હજુ મુખ્‍ય આરોપી મોહંમદ સઈદ જેણે કુહાડીથી હુમલો કર્યો હતો તે પોલીસ પહોંચથી બહાર છે. પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ (એન.સી.પી.સી.આર.) ના અધ્‍યક્ષ સાથે મીટિંગનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

વાપી હાઈવે બલીઠામાં કેરી ભરેલી ટ્રક પલટી મારી જતા લોકોએ કેરી લુંટવા પડાપડી કરી

vartmanpravah

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

vartmanpravah

દાનહના નરોલી સ્‍થિત માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલને પ્રતિષ્‍ઠિત ટ્રેલબ્‍લેઝર એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

વલસાડમાં પ્રેમલગ્નના ચાર મહિના બાદ છૂટાછેડા માટે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડામાં પતિએ પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

vartmanpravah

Leave a Comment