September 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

ભાજપ દમણ જિલ્લાની ટીમે સંઘપ્રદેશ કલેક્‍ટર ડૉ. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09
ભાજપ દમણ જિલ્લાની ટીમે સંઘપ્રદેશના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ આજરોજ ભાજપ દમણ જિલ્લાની ટીમ સાથે સંઘપ્રદેશ કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ અને નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાને કલેક્‍ટર કચેરી ખાતે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે દમણ જિલ્લાના વિવિધ મહત્‍વના સ્‍થાનિક પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
આ અવસરે દમણ ભાજપ જિલ્લા ટીમ તરફથી જિલ્લા મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, શ્રી વિમલ પટેલ, ટ્રેસર શ્રી અનુજ ટંડેલ, ઉપપ્રમુખ શ્રી રૂક્ષ્મણી ભાનુશાલી, જિલ્લા મંત્રી શ્રી કિરીટ દમણિયા, શ્રી કલ્‍પેશ સીતારામ, શ્રી શિવકુમાર સિંઘ, જિલ્લા કન્‍વીનર સુનિતા રેડ્ડી હાજર રહ્યા હતા.

Related posts

કપરાડાના કાકડકોપરમાં કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણ કરાઈ

vartmanpravah

દમણ આબકારી વિભાગે કડૈયાના સમુદ્ર કિનારેથી દારૂ ભરેલ બોટ ઝડપી પાડી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસેલો વરસાદ

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

vartmanpravah

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

vartmanpravah

Leave a Comment