Vartman Pravah
Breaking Newsદમણ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

  • આંગણવાડીના નાના બાળકો સાથે ગુફતેગુ કરી મેળવેલો નિજાનંદ
  • કલ્‍પેની ખાતે હોસ્‍પિટલ સાઈટ, પાંચ નંબરની આંગણવાડી, હાર્બર જેટી, બેક વોટર સાઈટની મુલાકાત સાથે વિકાસ કામોની કરેલી સમીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરતી, તા.12:
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની શનિવારે મુલાકાત લઈ વિકાસના કામો શ્રેષ્‍ઠ રીતે વધારવા અને ગુણવત્તાની સાથે નિર્ધારીત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશો આપ્‍યા હતાં.
આજે લક્ષદ્વીપના કલ્‍પેની ખાતે વિકાસ કામો અને પ્રશાસનિક સુવિધાઓ સૂચારૂ અને નીતિ-નિયમોની મર્યાદામાં ચાલે તેની જાણકારી મેળવવા માટે હોસ્‍પિટલ સાઈટ, પાંચ નંબરની આંગણવાડી, હાર્બર જેટી, બેક વોટર સાઈટ જેવા વિસ્‍તારોનું નિરીક્ષણ પણ કર્યુ હતું.
દરમિયાન સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દેશનું આવતી કાલનું ભવિષ્‍ય એવા નાના બાળકો સાથે ખાસ્‍સો સમય રહી તેમની સાથે વાતચીત પણ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, લક્ષદ્વીપના પ્રશાસક તરીકેના એક વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના ઓલ રાઉન્‍ડ વિકાસ ઉપર પોતાનું ફોકસ કેન્‍દ્રિત કર્યુ છે અને લક્ષદ્વીપના લગભગ દરેક ટાપુ ઉપર તેમણે રૂબરૂ પહોંચી ત્‍યાંની ભૌગોલિક અને સાંપ્રત પરિસ્‍થિતિનો અભ્‍યાસ કરી તે ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય તેના અભ્‍યાસ ઉપર પોતાની નજર દોડાવી છે. જેના કારણે આજે નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ થઈ રહ્યો છે.

Related posts

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

vartmanpravah

વાપી હાઈવે ઉપર રૂવાટા ઉભા થઈ જાય તેવા અકસ્‍માતમાં કાર ચાલક બાલ બાલ બચી ગયો

vartmanpravah

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવમાંઆંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્‍યો

vartmanpravah

આજથી વાપી સહિત વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં દ્વિતિય સત્રનો પ્રારંભ : દિવાળી વેકેશન પૂર્ણ

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્કૂલમાં મફત ૩૦૦૦ નોટબુકનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment