Vartman Pravah
Breaking Newsવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો વિદ્યાર્થી બન્‍યો ટીવી શ્રેણીમાં નારદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી 13
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં ધોરણ-1 મા અભ્‍યાસ કરતો વિદ્યાર્થી નક્ષ જીજ્ઞેશભાઈ પટેલને તેની અભિનય કલાથી અભિભૂત થઈ ‘‘બાળ શિવ” ટીવી શ્રેણીમાં નારદનુ પાત્ર ભજવવા તક મળી છે તેના કેટલાક એપીસોડનુ શુટીંગ થઈ ગયુ છે. મુંબઈ ખાતે ચાલી રહેલા આ શુટીંગમાં નક્ષ એ નારદની દમદાર ભૂમિકા ભજવી છે. થોડા દિવસોમાં એક ચેનલ પર બાળશિવ સિરિયલ આવી રહી છે. જેમાં નક્ષ પટેલે બાળકલાકર તરીકે બાળ નારદનો રોલ અદા કર્યો છે. આ સમગ્ર શુટિંગમાં મુંબઈ સ્‍ટૂડિયોમાં થયું છે. સ્‍કૂલના આ બાળ કલાકારે પોતાનું કૌશલ્‍ય રજૂ કરતાં સમગ્ર સ્‍કૂલ માટે પણ ગૌરવની લાગણી વ્‍યક્‍ત કરી છે.
વાપી જેવા નાના શહેરમાંથી ધાર્મિક સિરિયલમાં બાળ કલાકારની ભૂમિકા ભજવતા પરિવાર અને શાળામાં ગર્વની લાગણી અનુભવી છે. હાલ તેઓ મુંબઈ સ્‍યુડિયોમાં શુટિંગ કાર્યમાં વ્‍યસ્‍ત છે.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

પાંચ દિવસના દિપોત્‍સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્‍વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાના સાનિધ્‍યમાં નાશિક ગોદાવરી તટે ભવ્‍યાતિભવ્‍ય 1008 કુંડી શ્રીરામ જ્‍યોતિ મહાયજ્ઞ યોજાયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

vartmanpravah

વર્ષોથી 586 કરોડની કપરાડા વિસ્‍તારની અસ્‍ટોલ પાણી યોજના કાગળ ઉપર જ

vartmanpravah

Leave a Comment