January 16, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

નવા બિલ મુજબ નોટરી એડવોકેટ 15 વર્ષ થઈ ગયા હોય તેઓ પ્રેક્‍ટિસ નહી કરી શકે તેનો વકીલોનો વિરોધ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
ભારત સરકાર દ્વારા આગામી સમયે નવિન નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલ લાવી રહી છે. આ બિલની કેટલીક જોગવાઈ માટે વલસાડ જિલ્લાના વકીલોએ વિરોધ દર્શાવવા માટે આજે સોમવારે શહેરમાં રેલી યોજીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ જિલ્લામાં નોટરી તરીકે પ્રેક્‍ટિસ કરી રહેલા વકીલોએ સરકારના નવા નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલ અંગે વિરોધ દર્શાવ્‍યો છે. કારણકે આ બિલમાં એવી એક સુચિત જોગવાઈ કરવામાં આવી રહી છે કે જે વકીલોને નોટરી પ્રેક્‍ટિસના 15 વર્ષ પુરા કર્યા હોય તેઓ આગળ પ્રેક્‍ટિસ કરી શકશે નહીં. જો આ બિલનો અમલ થાય તો ગુજરાત અને દેશમાં હજારો વકીલો બેકાર બની જાય. આ માટે સરકારે તા.15-12-2021 સુધી અભિપ્રાય મંગાવ્‍યા છે તે મુજબ વકીલોએ ચાર્જ નવા બિલના વિરોધમાં અભિપ્રાય આપતુ આવેદનપત્ર કલેક્‍ટર વલસાડને સુપરત કર્યું હતું. આગળની રણનિતી ગુજરાત નોટરી એસોસિએશન જણાવશે તે મુજબના કાર્યક્રમો આપવામાં આવશે તેવુંઅગ્રણી વકીલોએ જણાવ્‍યું હતું.

Related posts

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

વીજ કંપનીના બેદરકારી ભર્યા કારભારથી ચીખલીના ઘેજ ગામના બીડમાં શેરડીના ખેતરમાં લાગેલી આગ

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

Leave a Comment