Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નજીકના નાની તંબાડી ગામે કાર અડફેટે બાઈક આવી જતાં એકનું મોત : એક ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી(ચલા), તા.16: વાપી નજીકના નાની તંબાડી ગામ ચાર રસ્‍તા પાસે કાર અડફેટે બાઈક આવી ગઈ હતી. જે અકસ્‍માતમાં એક ઈસમનું મોત નિપજયું હતું. જે બનાવ અંગેની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી નજીકના નાની તંબાડી ગામ, ચાર રસ્‍તા પાસે ગત તારીખ 13-12-21 ના રોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્‍યાની આસપાસ કાર નં. જીજે-03 એલજી-7812 ની અડફેટેમાં બાઈક નં. જીજે-15 ડીપી-0579 આવી ગઈ હતી. જે અકસ્‍માતમાં બાઈક સવાર બે ઈસમો પૈકી એકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જયારે બીજાને માથામાં ઈજા અને પગમાં ફ્રેકચર થયું હતું. જયારે અકસ્‍માત નોતરનાર કારચાલક વાહન છોડી ભાગી છૂટયો હતો. આ બનાવ અંગેની ફરિયાદ પ્રિતમ પ્રકાશ પ્રસાદ સીંગ (ઉં.આ.33, મૂળ રહે. બિહાર, હાલ રહે. ચણોદ, બિહારી નગર, સુનિલ ચાલ, વાપી) એ વાપી ડુંગરા પોલીસ મથકમાં કરી હતી. જેમાં ગત તારીખ 13-12-21 ના રોજ તેઓના કુંટુંબીભાઈ યોગેશ જયપ્રકાશ સીંગ અને ઉમાકાંત મહંતો બાઈક નં. જીજે-15 ડીપી-0579 લઈને સેલવાસ કામાર્થે આવેલા હતાજે બાદ તેઓ સાડા નવેક વાગ્‍યાની આસપાસ નાની તંબાડી ચાર રસ્‍તાથી પસાર થતી વેળા કારની ટક્કર બાઈકને લાગી હતી. જે અકસ્‍માતમાં યોગેશ સીંગ અને ઉમાકાંતને માથાના ભાગે ઈજાઓ અને પગમાં ફ્રેકચર થયા હતાં. જેઓને સારવાર માટે સેલવાસ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતાં. જયાં તબીબે યોગેશને મૃત જાહેર કર્યો હતો. અકસ્‍માત નોતરનાર વાહનચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.

Related posts

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

vartmanpravah

Leave a Comment