January 17, 2026
Vartman Pravah
Breaking Newsચીખલીનવસારી

ચીખલી તાલુકા બાર કાઉન્‍સિલ વકીલ મંડળના નવા પ્રમુખ તરીકે સંદીપ પટેલ જ્‍યારે સેક્રેટરી તરીકે દીપક પાઠકની કરાયેલી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તાઃ16
ગુજરાત બાર કાઉન્‍સિલ વકીલ મંડળની સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી. જેમાં ચીખલી વકીલ મંડળના પ્રમુખનીઅધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં 2022-23ના વર્ષ માટે હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં ચીખલી તાલુકા વકીલ મંડળના પ્રમુખ તરીકે ખૂંધ ગામના શ્રી સંદીપભાઈ એન.પટેલની વરણી કરવામાં આવી હતી. જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે શ્રી ફકીર મહમદ ગાડીવાલા, સેક્રેટરી તરીકે શ્રી દીપકભાઈ એમ. પાઠક, ટ્રેઝરર તરીકે શ્રીમતી કૃતિકાબેન શાહ અને લાઈબ્રેરીયન તરીકે શ્રી ગીરીશભાઈ એસ. રાઠોડની વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા હોદ્દેદારોને ચીખલી વકીલ મંડળના સભ્‍યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

દીવના બુચરવાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો : ગ્રામવાસીઓએ લીધેલો લાભ

vartmanpravah

સેલવાસના યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

vartmanpravah

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

Leave a Comment