October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

આગ લાગવાનું કારણ ચૂંટણી અદાવત હોવાનું ચર્ચામાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે રાત્રે એક દુકાનમાં આગ લાગતા દુકાનનો તમામ સરસામાન બળીને રાખ થઈ જવા પામ્‍યો હતો. મધરાતે લાગેલી આગને લઈને ગામમાં દોડધામ મચી જવા પામી હતી.
કપરાડાના તાલુકાના સુખાલા ગામે શનિવારે મધરાતે અનાજ કિરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દુકાનનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે દુકાન બંધ હોવાથી અન્‍ય જાન હાની થવા પામી નહોતી. રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી ગામમાં ચર્ચાઓ એવી પણ ચાલી રહી હતી કે ચૂંટણી અદાવતમાં કોઈ ઈસમોએ દુકાનમાં આગ લગાડી હશે. કારણ જે હોય તે પણ ઘટના સ્‍થળે ફાયર બ્રિગેડ આવ્‍યા બાદ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ કરી લેવાયો હતો.

Related posts

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

દાનહની કંપનીઓ દ્વારા મેઘવાળની ખાનગી જગ્‍યામાં કેમિકલવાળો દુર્ગંધયુક્‍ત કચરો ઠાલવી દેતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીની એસ.એન. એગ્રોફુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

Leave a Comment