December 1, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20
આજરોજ ‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ સંવિધાન દિવસ અંતર્ગત રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર દીવ કોલેજ પ્રોગામ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ સંવિધાન દિવસ ઉપર રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દીવ કોલેજનાં વિદ્યાર્થીઓએ તેમજ એન.એસ.એસ. સ્‍વયંસેવકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને બંધારણ સાથે સંબધિત રંગોળી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ નિર્ણાયકગણ તરીકેની ભૂમિકા દીવ કોલેજના ડૉ.હર્ષદ પરમાર, ડૉ. નિતીક્ષા ગેડિયા અને તન્‍વી ચારણીયાએ ભજવી હતી. તેમજ દીવ કોલેજ પરિવારનાં અથાગ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.
સંવિધાન દિવસ ઉપર કાવ્‍ય પઠન / ગાનનાં વિજેતામાં પ્રથમ ક્રમે સોલંકી મિરાજ અને મનસુરી તુફરાહ, દ્વિતીય ક્રમે બાંભણિયા તેજલ અને કટારીયા વૈદહી અને તળતીય ક્રમે સોલંકી નિધી આવેલ છે. તમામ વિજેતા સ્‍પર્ધકોને એન.એસ.એસ દીવ કોલેજ દીવ વતી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

અતુલ સ્‍ટેશન નજીક રાજધાની એક્‍સપ્રેસ ટ્રેન ઉડાવવા ષડયંત્રની ઉચ્‍ચ સ્‍તરીય પોલીસ તપાસ શરૂ

vartmanpravah

વાપી યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

Leave a Comment