Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીમાં પ્રશાસાન દ્વારા વિવિધ વિકાસની પરિયોજનાઓ ચાલી રહી છે. જેમા રીંગરોડ ફ્‌લાયઓવર બ્રીજ સ્‍કાયવોક વગેરે સામેલ છે. પીપરીયામાં રીંગરોડ જંક્‍શન પર ફ્‌લાય ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ છે. જ્‍યાંથી ભારી વાહનોના અવરજવરનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવાનેકારણે બ્રીજના કામમા અવરોધ આવે છે જેના કારણે પ્રસાશન દ્વારા નવો ડાયવર્ઝન નિર્દેશિત કરવામા આવ્‍યો છે. એ માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટ ડો.રાકેશ મિન્‍હાસ દ્વારા પીપરીયા બ્રીજ જંક્‍શન પર જતા દરેક વાહનો માટે ધારા 144 લાગુ કરતા પ્રશાસન દ્વારા નવો ડાયવર્ઝન પર જ ચાલવાનો નિર્દેશ કર્યો છે.
ઉપરોક્‍ત દૃષ્ટિગણ રાખતા અને દંડ પ્રક્રિયા સંહિતા 1973ની ધારા 144 અંતર્ગત આદેશ જારી કરવામા આવ્‍યો છે. આગલા આદેશ સુધી પીપરીયા પુલથી સેલવાસ અને બીજા રસ્‍તાનો ઉપયોગ માટે પ્રતિબંધિત છે. ભારી મોટરવાહનો અને નાના વાહનો માટે શરુ કરવામા આવેલ ડાયવર્ઝનનો જ ઉપયોગ કરવાનો રહેશે એજન્‍સી દ્વારા અવરજવર માટે આવશ્‍યક સંકેતો ઉપલબ્‍ધ કરાવશે બેરીકેડ અને રસ્‍તાઓને બંધ કરવા માટે પર્યાપ્ત માત્રામા બ્‍લીકર અને રીફલેકટર લગાવશે.
પોલીસ અધિક્ષક દાનહ દ્વારા પિપરીયા જંક્‍શન પર આજુબાજુમાં રહેતા નિવાસીઓ માટે અવરજવર માટે પ્રવેશ/નિકાસને નિયંત્રિત કરવા માટે જરૂરી માત્રામાં સ્‍ટાફ ઉપસ્‍થીત રાખશે. આ આદેશનો ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતાની ધારા 188 મુજબ દંડનીય થશે. ઉપરોક્‍ત નિર્દેશોનો ઉલ્લંઘન કરનાર વાહનોને જપ્ત કરી નિર્ધારિત અર્થદંડ આપ્‍યા બાદ છોડવામા આવશે. આ આદેશ તાત્‍કાલિક પ્રભાવથી લાગુ થશેઅને જારી થયેલ તારીખથી 30 દિવસ સુધી લાગુ રહેશે.

Related posts

વાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

Leave a Comment