October 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

વાપીથી 36 કી.મી. દૂર તલાસરી સરહદે ભૂકંપના આફટર શોક આંચકા : લોકોમાં ગભરાટ

કુર્ઝ અને સુત્રપાડા વહેલી સવારે 3:6 અને 2:2ના ભૂકંપના આંચકા આવ્‍યા : દાનહ સુરંગી-ખાનવેલ-વેલુગામમાં પણ અસર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
વાપીથી 36 કીલોમીટર દૂર મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાની સરહદે આવેલ બે ગામોમાં વહેલી સવારે 5:36 વાગ્‍યાના સુમારે ભૂકંપના આફટર શોક ના બે આંચકા આવ્‍યા હતા. આંચકાને લઈ ગામવાસીઓમાં ગભરાટ ફેલાઈ જવા પામ્‍યો હતો.
તલાસરી મહારાષ્‍ટ્રની સરહદે આવેલ કુર્ઝ અને સુત્રપાડા નામના બે ગામો જે વાપીથી 36 અને 33 કી.મી.ના અંતરે આવેલા છે. સિસમોલોઝીકલ સુત્રો મુજબ આ ગામોમાં આફટર શોકના ભૂકંપના 3:6 અને 2:2 ના આંચકા નોંધાયા છે. સવારે 5:36 કલાકે આવેલ ભૂકંપના આંચકાને લઈ ગ્રામવાસીઓમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. જમીનમાં 10 કી.મી. નીચે આંચકો નોંધાયો છે. આની અસર દાદરા નગરહવેલીના સુરંગી, વેલુગામ, ખાનવેલમાં પણ થયેલી જોવા મળી હતી. આ ગામોમાં પણ લોકો ગભરાઈ ગયા હતા. જો કે ભૂકંપ આફટર શોકને લઈ અન્‍ય કોઈ જાનહાની કે નુકશાનનો અહેવાલ નથી.

Related posts

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

vartmanpravah

બાલદેવી શાળામાં સાંસદ કલાબેન ડેલકર અને પ્રદેશના ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી એમ.ચૈતન્‍યની ઉપસ્‍થિતિમાં ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

ચીખલીના કલીયારી ગામેથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજો લઈ તબીબી તપાસ કરાવી સુરક્ષિત સ્‍થળે ખસેડવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ

vartmanpravah

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

સંસદ ભવન દિલ્‍હી પરિસર સ્‍થિત બિરસા મુંડાની પ્રતિમાને વલસાડ સાંસદે પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

Leave a Comment