Vartman Pravah
Breaking Newsવાપી

સુરત તરફ જઈ રહેલ પરિવારની કારને ધરમપુર ચાર રસ્‍તા હાઈવે ઉપર ટ્રકે ટક્કર મારી: મળસ્‍કે થયેલા અકસ્‍માતમાં તમામ કાર સવાર મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
વલસાડ હાઈવે ધરમપુર ચોકડી ઉપર વાપી તરફથી આવી રહેલ પરિવારની ક્રિએટા કારને પુર ઝડપે આવી રહેલ ટ્રક ચાલકે ટક્કર મારી ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જો કે કાર સવાર તમામ મુસાફરોનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
વલસાડ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાપીથી સુરત તરફ થઈ રહેલ ક્રિએટા કારને અકસ્‍માત નડયો હતો. સોમવારે મળસ્‍કે થયેલ અકસ્‍માતમાં કારને પુર ઝડપે આવી રહેલ ટ્રકે ટક્કર મારી દેતા કાર ડિવાઈડર તરફ ધસડાઈ ગઈ હતી. અકસ્‍માતમાં કાર સવાર પરિવારનો નખ પણ વાંકો થયો નહોતો. તમામનો ચમત્‍કારિક બચાવ થવા પામ્‍યો હતો. અકસ્‍માતને લઈ હાઈવે જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેઈન વડે અકસ્‍માતગ્રસ્‍ત વાહનોને કોર્નર કર્યા બાદ ટ્રાફિક જામ દુર થયો હતો. અકસ્‍માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્‍થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધ કરી રહી છે.

Related posts

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત દમણઃ દુણેઠા ગ્રા.પં.ના સરપંચ સવિતાબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સર્વાંગી વિકાસના જયઘોષ સાથે યોજાઈ ગ્રામસભા

vartmanpravah

વલસાડમાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈને 191રને હરાવી ગુજરાતની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

રુમ ઝુમ રથડો આવ્‍યો માઁ ખોડલનોઃ ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં આઠમા નોરતે માઁ ખોડલના વધામણા

vartmanpravah

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

Leave a Comment