October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 658 વિદ્યાર્થીઓને કોરોના વેક્‍સિન આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે સોમવારે આરોગ્‍ય વિભાગની 12 ટીમના સહયોગથી કોરોના સામે રક્ષણ આપતી રસી કોવેક્‍સિન ધોરણ 9 થી 12 ના 658 વિદ્યાર્થીઓને મુકવામાં આવી હતી.
શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍કૂલ તથા શ્રી સ્‍વામિનારાયણ ણૂણુતફૂ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ, શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ (ગ્રાન્‍ટેડ) માં ધોરણ 9 થી 12 મા અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા કેમ્‍પસમાં સોમવારે આયોજીત વેક્‍સિનેશન કેમ્‍પસમાં વટારના ડો.વિરલભાઈ પટેલના નેજામાં આરોગ્‍ય કર્મીઓની 12 ટીમ વેક્‍સિનેશન માટેના જરૂરી સાધનો લઈને આવી પહોંચ્‍યા હતા. શાળાના આચાર્યશ્રી રીનાબેન દેસાઈ, આચાર્યશ્રી મિનલબેન દેસાઈ તથા આચાર્યશ્રી દક્ષાબેન પટેલ દ્વારા વાલીશ્રીઓને વેક્‍સિનેશન માટે મોટીવેટ કરવામાં આવ્‍યા હતા જેના પરિણામે 658 વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ તથા વેક્‍સિનેશન માટેરજિસ્‍ટ્રેશન કરાવી વેક્‍સિનેશન કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો. મહત્‍વની વાત એ રહી હતી કે વેક્‍સિનેશન બાદ એકપણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નહોતી.

Related posts

દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023 માટે દાનહ અને દમણ જિલ્લા કક્ષાની પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક લીધેલો ભાગ

vartmanpravah

નવસારી ડિસ્‍ટ્રીક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગીરીજા લાઈબ્રેરીમાં ‘મારે પણ કંઈક કહેવું છે’ મણકો 16 વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે પ્રવચન આપ્‍યું

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment