Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સેલવાસ ન.પા.ને ઈ-ગવર્નન્‍સ અંતર્ગત મળેલો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર સમર્પિત કરાયો

  • સંઘપ્રદેશના નગરપાલિકા નિર્દેશક તપસ્‍યા રાઘવ અને સેલવાસ ન.પા.ના પૂર્વ સી.ઓ. મોહિત મિશ્રાએ પ્રશાસકશ્રીને અર્પણ કરેલો પુરસ્‍કાર

  • સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર તરીકે મોહિત મિશ્રાએ પ્રશાસકશ્રીના માર્ગદર્શન હેઠળ કરેલી પહેલને મળેલો રાષ્‍ટ્રીય આવિષ્‍કાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
સેલવાસ નગરપાલિકાને ભારત સરકાર દ્વારા ઈ-ગવર્નન્‍સ-2020-21માં જિલ્લા સ્‍તરીય ઉત્‍કૃષ્‍ટતા પહેલ શ્રેણી અંતર્ગત મળેલા રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કારને આજે સંઘપ્રદેશ પ્રશાસનના નગરપાલિકા નિર્દેશક શ્રીમતી તપસ્‍યા રાઘવ અને સેલવાસ ન.પા.ના પૂર્વ ચીફ ઓફિસર અને હાલના દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ દમણના સચિવાલય ખાતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સમર્પિત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ તત્‍કાલિન સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી મોહિત મિશ્રાના નેતૃત્‍વમાં સેલવાસ નગરપાલિકા દ્વારા ફરિયાદ નિવારણ પ્રણાલીનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જેને ભારત સરકારના પરસોનલ એન્‍ડ પબ્‍લિક ગ્રિવેન્‍સિસ અને પેન્‍શન મંત્રાલય દ્વારા આયોજીત 24માનેશનલ એવોડર્સ ફોર ઈ-ગવર્નન્‍સ અંતર્ગત ગોલ્‍ડથી પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા.
આજે આ એવોર્ડને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં રાષ્‍ટ્રીય સ્‍તરે અનેક પુરસ્‍કારોથી સંઘપ્રદેશ પ્રશાસન યશસ્‍વી બન્‍યો છે.

Related posts

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

‘‘બુઝૂર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ” સૂત્ર સાથે રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા શિબીરનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે થનારી મુક્‍તિ દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment