October 13, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

ગુરૂવારે દાનહ અને દમણમાં 11 – 11 જ્‍યારે દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ/દીવ, તા.13
દમણમાં આજે કોરોનાના 11 પોઝિટિવ કેસ અને દાનહ ખાતે 11 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશના બંને જિલ્લામાં કોરોના ભયજનક રીતે આગળ વધી રહ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 245 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 90 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3538 જેટલા રિક્‍વર થયાછે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 07 વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ 03 નવા કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જેમાં (1) વિનોદભાઈની ચાલ, ઘેલવાડ પંચાયત ઘરની સામે, આમલીયા, દાભેલ, દમણ (ર) કિશોરભાઈની ચાલ, આરટીઓ રૂમની નજીક, મશાલ ચોક, દમણ (3) ફોર્ચ્‍યુન નેનો, ડીપી, કચીગામ, દમણને જાહેર કરવામાં આવ્‍યા છે.હાલમાં દમણમાં કુલ 24 કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન જાહેર છે. જેમાં દાભેલ-14, કચીગામ-03, દલવાડા-01, નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-0પ અને મોટી દમણ નગર પાલિકા વિસ્‍તારમાં 01 કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન જાહેર છે.
જ્‍યારે દાદરા નગર હવેલીમાં પણ નવા 11 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 73 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5939 કેસ રીકવર થઈ ચુક્‍યા છે અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 442 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 11 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 198 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી કુલ 11 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. પ્રદેશમા હાલમાં 11 કન્‍ટાઈન્‍મેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. જિલ્લામાં આજે 08 દર્દી રિક્‍વર થતા રજા આપવામાં આવી છે.
દાનહ આરોગ્‍યવિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોરોના વેક્‍સિનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 2206 લોકોને વેક્‍સીન આપવામાં આવી હતી.
પ્રદેશમા પ્રથમ ડોઝ 435783 અને બીજો ડોઝ 303606 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેક્‍યુશન ડોઝ 914 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 740303 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
આજરોજ દીવ જિલ્લામાં કુલ 1 કેસ સક્રિય છે. અત્‍યાર સુધીમાં 1226 કેસો રિક્‍વર થઈ ચૂક્‍યા છે. હાલમાં દીવ ન.પા. વિસ્‍તારમાં 07, ઘોઘલા વિસ્‍તારમાં 04, વણાંકબારામાં 04 અને બુચરવાડા તથા ઝોલાવાડી વિસ્‍તારમાં કુલ 04 કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરાયા છે. દીવ જિલ્લામાં કુલ 16 કેસો સક્રિય છે.

Related posts

અતુલ હાઈવે સેકન્‍ડ ગેટ સામે વેસ્‍ટ કચરાની આડમાં રૂા.3.54 લાખનો દારૂ જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્‍યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી

vartmanpravah

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment