September 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
વલસાડ જિલ્લાના ધરમપુર નજીકમાં ધરમપુર તાલુકા રામેશ્વર આદિવાસી પ્રગતિ મંડળ માલનપાડા હાઈસ્‍કૂલમાં જરૂરિયાતમંદ બાળકોને ધાબળા વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા દીપ પ્રાગટય કરીવિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી ધાબળા વિતરણ કરવામાં આવ્‍યું હતુ.
શ્રી માંગીલાલ શર્મા હરીશ આર્ટ, શ્રી ખુશાલભાઈ વાઢુ -પૂર્વ સૈનિક બાબરખડક, શ્રી જ્‍યેન્‍દ્ર ગાંવિત -આદિવાસી નેતા અને સરપંચ મનાલા, શ્રી મંગુભાઈ ગાંવિત- સામાજીક કાર્યકર નાનાપોંઢા, શ્રી મહેશભાઈ અને શ્રી કંચનભાઈ પટેલ-નવીનગરી પ્રાથમિક શાળા સંસ્‍થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ જાદવ વગરે ઉપસ્‍થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ ચૌધરી દ્વારા દાતાઓ અને મહેમાનોનું સન્‍માન સાથે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપીમાં જાહેરનામાનો ભંગ કરનારા રીક્ષાચાલકો દંડાયા

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

વાપીની બિલખાડીમાં ફરી પ્રદૂષિત રંગીન પાણી વહેતુ થયું: જી.પી.સી.બી. દ્વારા પ્રદૂષણ નજર અંદાજ કેમ?

vartmanpravah

વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામનાં 23 દિવ્‍યાંગ બાળકોએ આત્‍મવિશ્વાસ અને ઉત્‍સાહ સાથે ભાગ લીધો

vartmanpravah

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

vartmanpravah

Leave a Comment