Vartman Pravah
Breaking Newsદમણ

દમણની પોલિકેબ કંપનીએ પ્રશાસનની સાથે મળીને ઘ્‍લ્‍ય્‍ અંતર્ગત પોષણ કિટનું કરેલું વિતરણ

ડીઆઈએના નિવર્તમાન પ્રેસિડેન્‍ટ અને પ્રેસિડેન્‍ટ ઓપરેશન અને એચઆર રમેશ કુંદનાની અને આરોગ્‍ય વિભાગના પ્રમુખ ડો. મેઘલ શાહે પીએચસી સેન્‍ટર કડૈયા અને કુંદ ફળિયામાં પોષણયુક્‍ત ખોરાકનું કરેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનામાર્ગદર્શન, આરોગ્‍ય સચિવ ડો.એ.મુથમ્‍માની સલાહ-સૂચનો અને આરોગ્‍ય અધિકારી ડો.મેઘલ શાહના સહયોગથી દમણની સુપ્રસિદ્ધ કેબલ વાયર નિર્માતા પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ કંપની દ્વારા પ્રશાસન સાથે મળી કુપોષણ વિરુદ્ધ પોતાનું અભિયાન ચલાવતા સીએસઆર પ્રોજેક્‍ટ હેઠળ પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દમણ પ્રશાસન અને દમણની અગ્રણી કંપની પોલીકેબ ઈન્‍ડિયા લિમીટેડના સંયુક્‍ત ઉપક્રમે પોષણ કિટ સીએસઆર-4સી(કોલેબરેટીવ કમ્‍યુનિટી કેયર થ્રૂ સીએસઆર) પ્રોજેક્‍ટ હેઠળ વિતરણ કર્યુ હતું.
ડીઆઈએના નિવર્તમાન પ્રેસિડેન્‍ટ અને પ્રેસિડેન્‍ટ ઓપરેશન્‍સ અને એચઆર શ્રી રમેશ કુંદનાની દ્વારા આ કાર્યક્રમ આજરોજ પીએચસી સેન્‍ટર કડૈયા, દેવકા અને કુંડ ફળિયા ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમનો ઉદ્દેશ્‍ય વિસ્‍તારમાં કુપોષણ, એનિમિયા, ક્ષય, રક્‍તપિત્ત, કુપોષણ અને અન્‍ય ચેપી રોગોથી પીડિત લોકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે. જ્‍યારે ભવિષ્‍યના લાંબા ગાળાનો ઉદ્દેશ્‍ય સુધારાત્‍મક અને નિવારક પગલાં સુનિヘતિ કરવાનો છે.
પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડે આજે આ અભિયાન હેઠળ વિવિધ લાભાર્થીઓને એનિમિયા અડલોસેંટની 9 એનિમિયા એડલ્‍ટના 84 મોડેરેટ એક્‍યુટ માલન્‍યુટ્રીશનના 37 તથા સેવિઅર એક્‍યુટ માલન્‍યુટ્રીશનની 7 કિટ વિવિધ લાભાર્થીઓનેવિતરીત કરી હતી. દમણ પોલીકેબના પ્રેસિડેન્‍ટ ઓપરેશન અને એચઆર શ્રી રમેશ કુંદનાનીએ ભવિષ્‍યમાં આગળ પણ અન્‍ય વધુ લાભાર્થીઓને વિતરણ કરવાની જાહેરાત કરી હતી.
આ કિટમાં દમણ આરોગ્‍ય વિભાગની સલાહ મુજબ મમરા, ફોરિફાઈડ ઓઈલ, રવા, હાઈ પ્રોટીન બિસ્‍કીટ, સોયાબીન, પ્રોટીનનો લોટ, મગની દાળ વગેરેની જરૂરિયાત મુજબ પેક કરવામાં આવેલ છે.
આ અવસરે પોલીકેબ ટીમના શ્રી રાજુભાઈ, શ્રી તાપશભાઈ, શ્રી કુમુદભાઈ વગેરેએ આજે ખૂબ જ ઉત્‍સાહપૂર્વક સહયોગ આપ્‍યો હતો. આ પ્રસંગે આરોગ્‍ય વિભાગ દમણના આરોગ્‍ય અધિકારી ડો.મેઘલ શાહ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી કચીગામ ચેકપોસ્‍ટ ઈકો કાર અને ચાર રસ્‍તાથી ઝાયલો કાર દારૂનો જથ્‍થો ભરેલ ઝડપાઈ

vartmanpravah

કેન્‍દ્રિય રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દશરથ સ્‍પોર્ટ્‍સ એકેડેમીની મદદથી દાનહ પ્રદેશ સ્‍કાઉટ ગાઈડ મુખ્‍યાલય ડોકમર્ડી ખાતે વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપઃ લોકોનો ઉમંગ અને જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment